Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સુરતમાં ૯ લાખની લાંચ લેતા જમીન દફતર વિભાગના જિલ્લા નિરિક્ષક, મામલતદાર સહિત ૪ ઝડપાયાઃ જમીન માપણી કરવા માટે લાંચ માંગી હતીઃ એસીબીની સફળ ટ્રેપ

સુરતઃ સરકારી કચેરીમાં એસીબીએ છટકુ ગોઠવીને ૯ લાખની લાંચ લેતા જમીન દફતર વિભાગના જિલ્લા નિરીક્ષક, મામલતદાર સહિત ૪ વ્‍યકિતને પકડી પાડયા હતા. જમીન માપણી માટે લાંચ માગવામા આવી હતી.

             જમીન માપણી માટે બસ સ્‍ટેન્‍ડ સામે ૯ લાખની લાંચ લેતા આરોપી (૧)  રિતેશ બાલુભાઇ રાજપરા, હક્ક ચોકસી અધિકારી અને ઇન્‍ચાર્જ જીલ્લા નિરિક્ષક જમીન દફતર (ડીઆઇએલઆર) વર્ગ-૨, બહુમાળી કેમ્‍પસ, નાનપુરા, સુરત (૨) જસ્‍મીનભાઇ અરવિંદભાઇ બોધરા, નાયબ મામલતદાર વર્ગ-૩ જનસેવા કેન્‍દ્ર પુણા સુરત (૩) ડોલરભાઇ રવજીભાઇ ચકલાસીયા, (ખાનગી વ્‍યકિત) રહે. સુરત, (૪) રાજેશકુમાર ભનુભાઇ શેલડીયા (ખાનગી વ્‍યકિત) રહે. સુરતને એસબીના અધિકારીઓએ લાંચનું છટકુ ગોઠવીને પકડી પાડતા સુરત સરકારી કચેરીમાં સન્નાટો છવાય ગયેલ હતો.

             આ કામના ફરીયાદીની જમીનની માપણી કરવા માટે આ કામના આરોપી નં. (૧) અને આરોપી નં. (૨) નાઓએ એકબીજાના મેળાપીપણામાં રૂપિયા ૧૮ લાખની લાંચની માંગણી કરેલજે પૈકી અડધુ પેમેન્ટ એડવાન્સમાં આપવા અને બાકીની રકમ કામ થઇ ગયા પછી આપવા ઉપરોક્ત બન્ને આરોપીઓએ જણાવેલ.

            જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. નો સંપર્ક કરી ફરીયાદ આપતા જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, છટકા દરમ્યાન આ કામના આરોપી નં.(૨) નાઓએ ફરીયાદી સાથે ફોન ઉપર હેતુલક્ષી વાતચીત કરી આ લાંચની રકમ આરોપી નં. (૩) ને આપવા જણાવેલ બાદ આરોપી નં. (૨) નાએ ફરીયાદીને ફોન કરી લાંચની રકમ આરોપી નં. (૪) ને આપવા જણાવતા, લાંચની રકમ ફરીયાદી પાસેથી લેવા આરોપી નં.(૩) અને (૪) નાઓ સાથે આવી  આરોપી નં. (૪) નાઓએ લાંચની રકમની માંગણી કરી સ્વીકારી ઉપરોક્ત તમામ આરોપીઓએ એકબીજાની મદદગીરી કરી ગુનો કર્યો વિગેરે બાબત.

નોંધ :  ઉપરોક્ત તમામ આરોપીઓની એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.  

ટ્રેપીંગ અધિકારી :શ્રી કે.જે.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર સુરત શહેર એ.સી.બી પો.સ્ટે. અને એ.સી.બી. સ્ટાફ મદદમાં : શ્રી એસ.એન.દેસાઇ, પોલીસ ઇન્સ્પેક્ટર સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. સુપર વિઝન અધિકાર શ્રી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરતમાં એસીબીનો સપાટો જમીન દફતરના જિલ્લા નિરીક્ષક સહિત ચાર ઝડપાયા 9 લાખની લાંચ લેતા એસીબીના સકંજામાં જમીનની માપણી કરવા માટે માગી હતી લાંચ સકંજામાં આવેલામાં જિલ્લા નિરીક્ષક ઉપરાંત મામલતદારનો પણ સમાવેશ બે ખાનગી વ્યક્તિ પણ એસીબીના હાથ ઝબ્બે સુરતમાં સરકારી કચેરીમાં સન્નાટો

(9:33 pm IST)