Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

અમદાવાદના લોકરમાંથી દાગીના ચોરીનો બે વર્ષે ભેદ ઉકેલાયો : આરોપી મુંબઈથી ઝડપાયો : નકલી ચાવીથી ચોરીને અંજામ આપ્યો

-પિતરાઈ બહેનને ત્યાં રહેવા આવેલ આરોપીનો સીસીટીવીના આધારે ભાંડો ફૂટ્યો

અમદાવાદની એલિસબ્રિજ પોલીસને લોકરમાંથી દાગીના ચોરી કરવાના ગુનામાં 2 વર્ષે સફળતા મળી છે. જેમાં પોલીસે આરોપીને તો ઝડપી પાડ્યો છે,આરોપી પાસેથી ચોરી થયેલ મુદ્દામાલ કરતા વધુ દાગીના અને રોકડ મળી છે.

  આ અંગેની વિગત મુજબ એલસબ્રીજ પોલીસે 2017માં પરિમલ ગાર્ડન પાસે ડોકટર હાઉસમાં આવેલા વાસુપુજય લોકરમાંથી લાખોના દાગીના ચોરી કરવાના ગુનામાં મુંબઈથી આરોપીની ધરપકડ કરી હતી. જે ઘટનામાં એલીસબ્રીજ પોલીસે 2 લોકર ધારકની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

   મુંબઈમાં રહેતો 10 નાપાસ આરોપી અમદાવાદમાં રહેતી તેની પિતરાઈ બહેનના ત્યાં રહેવા આવતો હતો. દિમાગથી શાતીર આરોપીએ ચોરીની ઘટનાને અંજામ આપવા 25 જેટલી નકલી ચાવીઓ બનાવી હતી. 25 ચાવીમાંથી 2 ચાવીઓ લાગી જતા તેની કિસ્મતનું તાળુ ખુલી ગયું હતું. જોકે ચોરીની ઘટના બાદ પોલીસે CCTVની તપાસ કરતા ભાઈ બહેનનો ભાંડો ફુટ્યો હતો

(3:08 pm IST)