Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

પૂર્વ બંગાળમાં લે પ્રેસર સર્જાશે :સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ઝાપટા - હળવા વરસાદની શકયતા

અમદાવાદ :આગામી બે ત્રણ દિવસમાં પૂર્વીય બંગાળમાં લો પ્રેસર સર્જાશે ચોમાસુ ધરીનો પશ્ર્ચિમી છેડો ગંગાનગર પર છે દિવસો જતા વધુ ઉતર બાજુ જશે.ચોમાસુ ધરી હિમાલયની તળેટી માં સરકી જશે.એટલે ઉતરના રાજ્યો તેમજ ઉતર પુર્વ રાજ્યમાં વરસાદનું જોર વધશે જ્યારે આગામી 2.3 દિવસમાં પુર્વિય વેસ્ટ બેંગાલ આસપાસ લો પ્રેસર થશે.જે ગુજરાત ને અસરકર્તા નથી. હાલ દરિયા ની સપાટી થી 3.1 km લેવલ ની ઉચાઇ એ ભેજનું પ્રમાણ ઓછું છે. એટલે ભારે વરસાદ ની શક્યતા નથી.જ્યારે નીચલા લેવલમાં ભેજ નું પ્રમાણ માં સારુ છે.એટલે જુજ છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા કે ક્યાંક હળવા વરસાદ ની શક્યતા ગણાય.મુખ્યત્વે વરાપ રહેશે.વાદળ છાયું વાતાવરણ રહેશે.આગાહી સમય દરમ્યાન પવન નું જોર રહેશે.

    આગાહી સમય દરમ્યાન સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત ના ભાગો માં કોઇક દિવસે અમુક વિસ્તાર માં હળવા ઝાપટા કે ક્યાંક હળવો વરસાદ જોવા મળે.જેમા કોસ્ટલ સૌરાષ્ટ્ર ,ગુજરાત બોર્ડર ના ભાગો અને દક્ષિણ ગુજરાત માં વધુ (એકલ દોકલ વિસ્તાર માં મધ્યમ વરસાદ ની)  શકયતા છે.જ્યારે કચ્છ ના વિસ્તાર માં ઓછી શકયતા છે.

(11:05 pm IST)