Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

ડિજિટલ જમીન માપણી સર્વેમાં જબરા ગોટાળા :હાઇ-વે-ગોચર અને નદી ગાયબ થઇ ગયા

રાજ્યભરમાં 262 કરોડના ખર્ચે કરાયેલ ડિજિટલ માપણીનો ખર્ચ પાણીમાં :અનેક જમીનના કબજેદારો બદલાયા:એજન્સી સામે કાર્યવાહીને બદલે સરકારની પીછેહઠ:હાઇકોર્ટમાં અરજી થતા સરકારે ભૂલો-ગોટાળા થયાની કબૂલાત કરી: ગામડામાં તકરારી કેસો વધવાની આશંકા

રાજકોટ:રાજ્યમાં ડીઝીટલ જમીન માપણી સર્વેમાં જબરા ગોટાળા બહાર આવ્યા છે રાજકોટ સહિત રાજયભરમાં રાજયસરકાર દ્વારા કરવામાં આવેલી ડિઝીટલ જમીન માપણી સર્વેમાં રોડ, ગોચરની જમીન ગાયબ થઇ ગઇ હોવાની ચોંકાવનારી ફરિયાદ બાદ માપણી કરનાર એજન્સી સામે કાર્યવાહી કરવાના બદલે રાજય સરકારે ઢાક પીછોડો શરૂ કર્યો છે.

   ગુજરાત સરકાર દ્વારા ખાનગી એજન્સીઓ પાસે જમીન માપણીનો સર્વે કરાવ્યા પછી નદી ખેતરમાં અને ખેતરો રોડ પર અને રોડ આખે આખા ગાયબ થઇ ગયા છે. આવી બોગસ માપણીનું નુકસાન આગામી પેઢીઓને ભોગવવાનું આવશે.

  ખાનગી એજન્સીઓ દ્વારા લેન્ડ મેપિંગ સર્વેની કામગીરીની વિશ્વનીયતા સામે સવાલો ઉઠવાના સતત ચાલુ છે અને સર્વેમાં એટલું બધુ પોલંપોલ ચાલ્યું છે કે, ખેડૂતોએ આખી જમીન માપણી રદ કરીને નવેસરથી જમીન માપણી કરવાની માગ કરી છે

  રાજકોટ સહિત રાજ્યભરમાં 262 કરોડના ખર્ચે કરાયેલ ડિજિટલ માપણીનો ખર્ચ પાણીમાં ગયાનું ચિત્ર ઉપસ્યું છે અનેક જમીનના કબજેદારો બદલાયા છે એજન્સી સામે કાર્યવાહીને બદલે સરકારની પીછેહઠ કરી છે હાઇકોર્ટમાં અરજી થતા સરકારે ભૂલો-ગોટાળા થયાની કબૂલાત કરી છે આગામી દિવસોમાં ગામડામાં તકરારી કેસો વધવાની આશંકા વ્યક્ત કરાઈ છે

(10:54 pm IST)