Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

અમદાવાદનું આકાશ વાદળોથી ઘેરાયેલું :વરસાદની જોવાતી રાહ

 

અમદાવાદ ;ગત 25મી  તારીખે અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી જોકે, આગાહી પ્રમાણે વરસાદ થયો નહીં.ત્યારે હાલમાં  આકાશમાં કાળા ડીબાંગ વાદળોથી અમદાવાદ ઘેરાયેલું હતું અને સવારમાં અચાનક વરસાદી ઝાપટું થતાં ભારે વરસાદની સંભાવના છતાં ગણતરીની મિનિટોમાં વરસાદ બંધ થઈ ગયો હતો. અમદાવાદીઓ વરસાદ માટે અધીરા બન્યા છે.

(10:30 pm IST)