Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

ગંદકીના ઢગલા વચ્ચે વડોદરા જિલ્લામાં પાણીપુરી બનાવાય છેઃ સડેલા બટેટા અને ચણાનો ઉપયોગઃ જો પાણીપુરી બનાવતા જોઇ જશો તો ખાવાનું છોડી દેશો

વડોદરાઃ વડોદરા જિલ્લામાં પાણીપુરી બનાવવા માટે સડેલા બટેટા અને ચણાનો ઉપયોગ કરવામાં આવે છે. ગંદકીવાળા સ્‍થળે પાણીપુરી બનાવવામાં આવે છે. જો આવા સ્‍થળને તમે અેક વાર જોઇ જશો તો પાણીપુરી ખાવાનું છોડી દેશો.

આ પહેલીવાર વખત નથી કે પાણી-પુરીને લઇને આવી વાત સામે આવી હોય. તેમ છતા આ ડિશ પ્રત્યેનું આપણું વળગણ યથાવત રહે છે. પંરતુ જ્યારે આ પાણીપુરી જે જગ્યાએ બને છે તવી કેટલીક જગ્યાના ફોટો અને વીડિયો જોશો તો તમે ક્યારેય બીજીવાર બહારની પાણીપુરી ખાવા તૈયાર નહીં થાવ.

તમે આ વિશે જાણશો તો બીજી વખત પાણીપૂરી ખાતા પહેલા જરૂર વિચારશો, ચાલો આજે આપણે એ જગ્યા વિશે જાણીએ જ્યા આરોગ્ય વિભાગ પણ જઇને ચોકી ઉઠ્યુ હતુ. આ અખાદ્ય પદાર્થને મિક્સ કરીને ગંદી જગ્યાએ પાણીપુરી બનાવવામાં આવે છે. લારીમાં દરેક ખાદ્યપદાર્થ ખુલ્લામાં રાખેલો હોય છે.

આ જગ્યા છે વડોદરા જિલ્લાની જ્યા લારીની આસપાસ પડેલી ખુલ્લી જગ્યામાં પાણીપૂરી માલિક પાણીને બનાવી રહ્યો છે .અનેક જગ્યાએ ગંદકીના ઢગની વચ્ચે પાણી તૈયાર થાય છે.આ તસવીરમાં જોઇ શકાય છે પાણી એક ખુલ્લી જ જગ્યામા મુકવામાં આવ્યુ છે. અને નીચેની તરફ ગંદકી ફેલાયેલી જોવા મળી રહી છે, આ પાણી જાણે કે કેટલાય દિવસથી બનાવેલુ હોય તેમ નજર આવી રહ્યુ છે.

આ બટેટા અને ચણાને જુઓ તો તે પૂરી રીતે બગડેલા છે તમામ સડેલા બટેટાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેને બાફીને મસાલો તૈયાર કરી તમાર જ પેટમાં પધરાવવામાં આવે છે. લારીએ જઈને ચટાકાભેર પાણીપુરી આરોગતા પહેલા ક્યારેય એવું વિચાર્યું છે કે ₹20માં પાણીપુરી આપતો આ લારીવાળો મોંઘા બટેટા સહિતનો માલ ક્યાંથી લાવતો હશે. શાકભાજી માર્કેટમાં પડતર અને સડી ગયેલા માલમાંથી બનાવવામાં આવે છે આ પાણીપુરીનો મસાલો.

(6:28 pm IST)