Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

વડોદરા મનપામાં થયેલ રોડ કૌભાંડમાં ઈજનેર સહીત સાતને ચાર્જશીટ સોંપવામાં આવી

વડોદરા:વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયેલા રોડ કૌભાંડમાં વિજિલન્સની તપાસમાં દિવ્ય સિમંધરના બોગસ ઇન્વોઇસ ઝડપાયા બાદ તેમાં જવાબદાર કાર્યપાલક ઇજનેર સહીત સાત ઇજનેરોને કમિશનર અજય ભાદુએ ચાર્જશીટ આપી કાર્યવાહી શરૃ કરી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દિવ્ય સિમંધર કન્સ્ટ્રકશન દ્વારા બોગસ બિલો રજૂ કરી રૃા. ૮.૩૩ કરોડનો ચૂનો લગાવવાની વીજીલન્સની તપાસમાં રોડ પ્રોજેક્ટના કાર્યપાલક ઈજનેર ધીરેન તળપદા ,ડે.ઈજનેર ભાર્ગવ પંડિત તેમજ પાંચ આસિ. અને આસિ.એડિશ્નનલ ઈજનેરોને જવાબદાર ઠેરવ્યા હતા. રોડ પ્રોજેક્ટ દ્વારા દિવ્ય સિમંધર કન્સ્ટ્રક્શન કંપનીએ આઈઓસીએલના બોગસ ઈનવોઈસ રજૂ કર્યાની માહિતીના આધારે માત્રે ત્રણ રસ્તાના કૈાભાંડની તપાસ વિજીલન્સ ઓફિસર પંકજ ઓંધિયાએ કરી હતી જેમાં ૬૮ ઈનવોઈસ બોગસ હોવાનું જણાઈ આવ્યું હતું.

(5:50 pm IST)