Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

આણંદ નજીક લાંભવેલમાં પુત્રને રમાડવા ગયેલ પતિએ પત્ની સાથે ઝઘડો કરી બેને માર માર્યો

આણંદ: નજીક આવેલા લાંભવેલ ગામે આજે સવારના સુમારે પુત્રને રમાડવા માટે ગયેલા પતિએ પત્ની સાથે ઝઘડો કરીને માર મારતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર લાંભવેલ ખાતે રહેતી તન્વીબેન વિષ્ણુભાઈ પટેલે પાંચેક વર્ષ પહેલાં ચકલાસીના જાદવપુરા ખાતે રહેતા નીકુંજ શશીકાન્ત બારોટ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. સુખી લગ્નજીવન દરમ્યાન એક પુત્રની પ્રાપ્તી થઈ હતી. દરમ્યાન પાંચેક મહિના પહેલા પતિએ ઘરકામ બાબતે પત્ની સાથે કંકાસ શરૂ કરીને માર મારીને કાઢી મુકી હતી જેથી તન્વીબેન પોતાના પિયર લાંભવેલ ખાતે રહેતી હતી. જ્યાં નિકુંજ દ્વારા વારેઘડીએ પુત્રને રમાડવાના બહાને આવીને પત્ની પર શક કરીને હેરાન પરેશાન કરતો હતો. આજે સવારના સવા નવેક વાગ્યાના સુમારે નિકુંજ આવી ચઢ્યો હતો અને પુત્રને રમાડવા માંગતા જ બન્ને વચ્ચે ઝઘડો હતો જેમાં નિકુંજે તેણીના વાળ પકડીને ગડદાપાટુનો માર માર્યો હતો. દરમ્યાન દિપીકાબેન વચ્ચે પડતાં તેણીને પણ માર માર્યો હતો. 

(5:47 pm IST)