Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી સરકારી કચેરી પાસેથી બાઈકો ચોરતા રીઢા વાહનચોરને ઝડપ્યો

આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આજે બોરસદ ચોકડી પાસે વોચ ગોઠવીને બોરસદના એક રીઢા બાઈક ચોરને ઝડપી પાડીને ચોરીની છ બાઈકો કબજે કરી વધુ તપાસ અર્થે આણંદ શહેર પોલીસને સોંપવામા આવ્યો હતો જ્યાં તેના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ઘરવામાં આવી છે. જે દરમ્યાન બીજી વાહનચોરીઓ પરથી પર્દાફાશ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લાં કેટલાક સમયથી આણંદના સેવા સદનના પાર્કિંગમાંથી બાઈક-એક્ટીવાની ચોરીનો ઉપદ્રવ વધી જવા પામ્યો હતો જેને લઈને એલસીબીએ તપાસ કરતાં એવી હકિકત મળી હતી કે, અગાઉ વડોદરા ખાતે બાઈક ચોરીઓમાં પકડાયેલો ઈઝદારખાન ઉર્ફે અંજુ શનાઉલ્લાદખાન પઠાણ આણંદ શહેર તથા અન્ય સ્થળોએથી વાહનોની ચોરીઓ કરે છે અને હાલમાં તેની પાસે ચોરીનું પેશન બાઈક છે જ ે લઈને તે આણંદ ખાતે વેચવા માટે આવવાનો છે જેથી પોલીસે બોરસદ ચોકડી પાસે વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન એક પેશન બાઈક પર ઈઝદારખાન ઉર્ફે અંજુ આવી ચઢતાં પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો અને બાઈકના આધાર-પુરાવા તથા માલિકીના કાગળીયાની માંગણી કરતાં તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. જેથી તેને એલસીબી પોલીસ મથકે લાવીને આકરી પુછપરછ કરતાં આ બાઈક તેણે જાન્યુઆરી મહિનામાં આણંદ ખાતેના જુના સેવા સદન ખાતે ડ્રાઈવીંગના લાયસન્સ માટે આવ્યો હતો ત્યારે તેણે પાર્કિંગમાંથી ચોરી કર્યું હોવાની કબુલાત કરી હતી. 

(5:44 pm IST)