Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી,અને પોરબંદરના એસપી અને રાજકોટના ડીસીપીઓ સહીત 66 એસપી કક્ષાના અધિકારીઓ બદલાયા :બલરામ મીના રાજકોટના નવા એસપી ;મોરબીમાં કરણરાજ વાઘેલા જૂનાગઢમાં સૌરભસીંઘ,જામનગરમાં શરદ સિંઘલ,અને સુરેન્દ્રનગર એસપી તરીકે મનીન્દરસિંઘ પાવરને મુકાયા

રાજકોટ :રાજ્ય પોલીસ તંત્રમાં સિનિયરકક્ષાના આઇપીએસ અધિકારીઓની બદલી બઢતી બાદ જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તેવા એસપી કક્ષાના અધિકારીઓની બદલી અને એએસપીઓને પોસ્ટિંગ વિગેરે મામલે નિર્ણય ગૃહખાતાએ અંતે લીધો છે 66 જેટલા અધિકારીઓની બદલીમાં રાજકોટ, જામનગર,સુરેન્દ્રનગર,મોરબી,અને પોરબંદરના એસપી અને રાજકોટના ડીસીપીઓ સહીત 66 એસપી કક્ષાના અધિકારીઓ બદલાયા  છે જેમાં બલરામ મીનાને  રાજકોટના નવા એસપી બનાવાયા છે જયારે ,મોરબીમાં કરણરાજ વાઘેલા, જૂનાગઢમાં સૌરભસીંઘ,જામનગરમાં શરદ સિંઘલ,અને સુરેન્દ્રનગર એસપી તરીકે મનીન્દરસિંઘ પાવરને મુકાયા છે

(10:33 pm IST)