Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

હિંમતનગરમાં પોલીસે 5 ગાડી ભરીને દારૂનો નાશ કર્યો

 

હિંમતનગરમાં પણ પોલીસે દારૂ ઝડપ્યો છે. જેમાં હિંમતનગરમાં પોલીસે 5 ગાડી ભરીને દારૂનો નાશ કર્યો છે. મોંઘીદાટ અંગ્રેજી શરાબ તેમજ બીયરના ટીનનો મોટાપાયે નાશ કર્યા બાદ પોલીસે દારૂના ભરાયેલા ખાબોચીયામાં માટી નાખવાની આળસ કરી હતી. ત્યારબાદ જે દ્રશ્યો સર્જાયા તેનાથી પ્રશ્નાર્થ સર્જાઇ ગયો કે ગુજરાતનું યુવાધન અને ગુજરાતનું ભવિષ્ય એવા બાળકો ક્યાં માર્ગે જઇ રહ્યા છે.બાળકો ખાબોચિયામાંથી દારૂ ઉલેચાતાં જોવાય હતા 

(10:12 pm IST)