News of Wednesday, 26th June 2019
હિંમતનગરમાં પોલીસે 5 ગાડી ભરીને દારૂનો નાશ કર્યો
હિંમતનગરમાં પણ પોલીસે દારૂ ઝડપ્યો છે. જેમાં હિંમતનગરમાં પોલીસે 5 ગાડી ભરીને દારૂનો નાશ કર્યો છે. મોંઘીદાટ અંગ્રેજી શરાબ તેમજ બીયરના ટીનનો મોટાપાયે નાશ કર્યા બાદ પોલીસે દારૂના ભરાયેલા ખાબોચીયામાં માટી નાખવાની આળસ કરી હતી. ત્યારબાદ જે દ્રશ્યો સર્જાયા તેનાથી એ પ્રશ્નાર્થ સર્જાઇ ગયો કે ગુજરાતનું યુવાધન અને ગુજરાતનું ભવિષ્ય એવા બાળકો ક્યાં માર્ગે જઇ રહ્યા છે.બાળકો ખાબોચિયામાંથી દારૂ ઉલેચાતાં જોવાય હતા
(10:12 pm IST)