Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

મીડિયા પર આક્ષેપ કરતી ટ્વિટ ડિલીટ કરવી પડી

ઋત્વિજ પટેલને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઠપકો

ગાંધીનગર, તા. ૨૬ : ભાજપના આઈટી સેલને મીડિયાને બદનામ કરવાનું તેમજ વિજય નેહરાની બદલી અંગેના મેસેજ ફેલાવવાનું ભારે પડી ગયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વિજય રૂપાણી અને પ્રદેશ પક્ષ પ્રમુખ જીતી વાઘાણીએ મામલે ઋત્વિજ પટેલ સહિતના પક્ષના યુવા નેતાઓને ઠપકો આપ્યો છે. જેના પગલે મીડિયાની ટીકા કરતા ટ્વિટ ડિલિટ કરવાની ઋત્વિજ પટેલને નોબત આવી છે. જો કે, આમ કરવામાં તે પોતે ટ્રોલ થઈ ગયા છે. ભાજપના આઈટી સેલ દ્વારા #StopTargetingGujarat હેશટેગ સાથે અનેક ટ્વિટ કરવામાં આવી હતી.

          જેમાં વિજય નેહરાની બદલીથી લઈને કોરોનાને કાબૂમાં કરવા સરકાર દ્વારા ઉઠાવાયેલા પગલાંની ટીકા લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતાં. વિજય નેહરા પર હેશટેગ પર હેશટેગ સાથે અનેક આક્ષેપો કરતી ટ્વિટ કરવામાં આવી હતી. ત્યારબાદ મીડિયા પર પણ આક્ષેપો કરવામાં આવ્યા હતાં. પોતાની જૂની ટ્વિટ ડિલિટ કરી ઋત્વિજ પટેલે ફરી એક ટ્વિટ કરતા જણાવ્યું હતું કે મીડિયાને ટાર્ગેટ કરવાનો તેમનો કોઈ ઇરાદો નહોતો. મીડિયાને લોકશાહીનો ચોથો સ્તંભ ગણાવતા ઋત્વિજ પટેલે કહ્યું હતું કે પોતે હંમેશા મીડિયા પ્રત્યે સકારાત્મક રહ્યા છે.

(10:17 pm IST)