Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

સુજલમ-સુફલામ યોજના:મોડાસાના ગાજણના તળાવને ઊંડું કરવાની કામગીરીની મુલાકાત લેતા જિલ્લા સમાહર્તા

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ: અરવલ્લી જિલ્લામાં સુજલમ-સુફલામ યોજના અંતર્ગત તળાવો ઉડા કરવાના ચાલતા કામો પૈકી કેટલાક કામોની જિલ્લા સમાહર્તાએ મુલાકાત લીધી હતી.અને આ કામોનું જાત નિરીક્ષણ કર્યું હતું.

  આજે મોડાસા નજીક ગાજણના તળાવની જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે મુલાકાત લઈ ત્યાં ચાલતા તળાવ ઊંડું કરવાના કામનું જાત નિરીક્ષણ કર્યું હતું.આ તળાવ સુજલામ-સુફલામ સિંચાઈ યોજના અંતર્ગત ઊંડું કરવામાં આવી રહ્યું છે.
 એમની સાથે એસડીએમ મયંકભાઈ પટેલ અને સિંચાઈ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ પણ જોડાયા હતા.

(6:43 pm IST)