Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ઇડરની વસઈ ગ્રામ પંચાયતમાં બોર ઓપરેટર તરીકે કામ કરનાર યુવકનું વીજ કરંટ લાગતા મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા પામી

ઇડર: શહેરની વસાઈ ગ્રામ પંચાયતમાં બોર ઓપરેટર તરીકે કામ કરતા યુવકનું સોમવારે બપોરે વીજ કરંટથી કરૂણ મોત નિપજતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટના અંગે ઇડરના પોલીસે અકસ્માતે મોત (.ડી.)ની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

વસાઈ ગામે રહેતો અતુલ રઘજીભાઈ ઠાકરડા નામનોયુવક ગ્રામ પંચાયતમાં બોર ઓપરેટર તરીકે કામ કરવા સાથે ગામને પાણી પૂરૂં પાડવાની તથા હેલ્પર તરીકે પણ સેવા બજાવતો હતો. દરમિયાન ગામના પાણીના ટાંકાની મોટર બગડી ગયેલ હોઈ મોટર રિપેર કરવાના આશયે યુવક સોમવારે બપોરે ઇલેક્ટ્રિક ડી.પી.ના લંગરિયા ઉતારવા ગયો હતો જેમાં અકસ્માતે શોર્ટસર્કિટ થતા યુવકને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને ગણતરીની પળોમાં યુવકનું પ્રાણ પંખેરૂં ઉડી ગયું હતું.

(6:08 pm IST)