Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ગાંધીનગર:ચિલોડા પોલીસે ચંદ્રાલા નજીક બાતમીના આધારે કારનો પીછો કરી બે શખ્સોને 4.12 લાખના દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા

ગાંધીનગર:કોરોના વાઈરસના સંક્રમણ વચ્ચે પોલીસે અન્ય જિલ્લામાંથી આવતાં વાહનો ઉપર નજર રાખવાની શરૂઆત કરી છે ત્યારે ચિલોડા પોલીસે ચંદ્રાલા પાસેથી કારનો પીછો કરીને ઝડપી પાડી હતી. જેમાં તપાસ કરતાં અલગ અલગ પ્લાસ્ટિકની થેલીઓમાં ૧૮ લીટર જેટલો વિદેશી દારૂ ભરેલો હતો. અમદાવાદના બન્ને શખ્સોને ઝડપી લીધા હતા તો દારૂ હિંમતનગરના શખ્સે ભરી આપ્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસે કાર અને દારૂ મળી .૧૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.    

લોકડાઉનમાં ભલે છુટછાટ આપવામાં આવી હોય પરંતુ ગાંધીનગર પ્રવેશતા વાહનો ઉપર પોલીસ નજર રાખી રહી છે. ત્યારે ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર વાહનોમાં વિદેશી દારૂની હેરફેરને પગલે પણ સતત ચેકીંગ થઈ રહયું છે

(6:05 pm IST)