Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

નિકોલી ગામની સીમમાંથી ઝટકા મશીન અને બેટરી મળી રૂપિયા 10,000 ની ચોરી થતા ફરીયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા નિકોલી ગામની સીમમાંથી સોલાર સાથે ફિટ કરેલા સામાનની ચોરી થતા ફરીયાદ દાખલ થઈ છે

મળતી માહિતી મુજબ તારીખ 24 જાન્યુઆરીની સાંજ થી 25 જાન્યુઆરી સવાર સુધીમાં હરેન્દ્રસિંહ હિંમતસિંહ ગોહિલ(રહે નવાપરા (નિકોલી)ના નિકોલી ગામની સીમમા આવેલ ખેતરમા કોઈ ઇસમે ગે.કા રીતે પ્રવેશ કરી ખેતરમા સોલરના થાંભલા સાથે ફીટ કરેલ પેટી તોડી નાંખી પેટીમા મુકેલ ઝટકા મશીન કી.રૂ ૬૦૦૦ તથા બેટરી કિ.રૂ ૪૦૦૦ મળી કુલ કિ.રૂ ૧૦૦૦૦ ની ચોરી કરી લઇ જઇ ગુનો કરતા આમલેથા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:58 pm IST)