Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

વડોદરાના મકરપુરા વિસ્તારમાં યુવાનને રસ્તા પર સુવડાવી ચાર શખ્સોએ ઢોરમાર મારતા પોલીસ ફરિયાદ

 

 વડોદરા:મકરપુરા ડોન બોસ્કો સ્કૂલ પાસે યુવાનને રસ્તા  પર સુવડાવીને ચાર આરોપીઓએ મૂઢ માર મારતા તે બેભાન થઇ  ગયો હતો.મકરપુરા પોલીસે અંગે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

મકરપુરા રોડ આકાશવાણીની બાજુમાં આકાર એપાર્ટમેન્ટમાં રહેતો વિરાજ છગનલાલ ધાકડિયા ગોરવા ખાતે સી.ટી.પી.એલ.કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે.માંજલપુર  પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે  કે,ગત તા.૨૨ મી હું મારા ઘરેથી નીકળીને મિત્ર અંશુનુ લેપટોપ આપવા માટે જતો હતો. ડોન બોસ્કો સ્કૂલ  પાછળ આવેલા ત્રણ  રસ્તા પાસેથી જતો હતો.તે દરમિયાન ()અક્ષય ઉર્ફે જીગો અશોકભાઇ સોલંકી () પ્રશાંત ઉર્ફે પસો ()રામુ  સોલંકી (રહે.નિર્મલ પાર્ક સોસાયટી,મારૃતિધામ પાસે માંજલપુર ) તથા () રવિ ઉર્ફે ચકેડી મહીડા (રહે.જાંબુવા વુડાના મકાનમાં )આવ્યા હતા.તેઓએ મને જણાવ્યું હતું કે,તારો મિત્ર અજય ચૌધરી ક્યાં છે ? અમારે તેને મારવો છે.મેં તેઓને કહ્યુ ંહતું કે,અજય તેના ગામડે ગયો છે. અજયને એટ્રોસિટિના કેસમાં ફિટ કરી દેવો છે.તેવું કહીને અક્ષયે મારી પર હુમલો કર્યો હતો.રવિએ લાકડાના ડંડાથી,રામુ અને પ્રશાંતે બેલ્ટથી હુમલો કર્યો હતો.ચારેયે મને રોડ પર સુવડાવીને લાતો મારી હતી.આરોપીઓના મારના કારણે હું બેભાન જેવો થઇ ગયો હતો.ત્યારબાદ હુમલાખોરો ભાગી ગયા હતા.થોડીવાર પછી હું ભાનમાં આવતા એમ્બ્યુલન્સને ફોન કરીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો.

 

(7:19 pm IST)