Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

વડોદરા:કાર ભાડે ફેરવવા લઇ જવાના બહાને બારોબાર સગેવગે કરનાર બે ભેજાબાજ વિરુદ્ધ ગુનો દાખલ

 

 વડોદરા:ફોર્ચ્યુનર કાર ભાડે ફેરવવા માટે લઇને બારોબાર સગેવગે કરી દેનાર બે ભેજાબાજ સામે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૃચ જિલ્લાના અંકલેશ્વરમાં શિવમ રેસિડેન્સીમાં રહેતો નેપાલસીંગ ભોપાલસીંગ રાજપુરોહિત મૂળ રાજસ્થાનનો વતની છે.પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે  કે,હું ફ્રેબ્રિકેશનનો ધંધો કરૃ છું.વર્ષ ૨૦૧૨ માં મેં મારા નામ  પર ફોર્ચ્યુનર કાર લીધી હતી.મારા મિત્ર દિપકકુમાર ગણેશચંદ્ર ભારદ્વાજે (રહે.તપસ્વીનગર, અંકલેશ્વર,ભરૃચ) મને કહ્યું હતું કે,મેં દિવ્યરાજ વિજયસિંહ ચૌહાણને મારી બે ગાડી ભાડે ફેરવવા માટે આપી છે.અને તે મને માસિક ૨૮હજાર રૃપિયા ભાડુ આપે છે.તારે તારી ગાડી મુકવી હોય તો કહેજે.જેથી,હું અને દિપક ગત તા.૦૪-૦૧-૨૦૨૧ ના રોજ મારી ગાડી લઇને વાઘોડિયારોડ વૃંદાવન ચોકડી  પાસે દિવ્યરાજને મળવા આવ્યા હતા.દિવ્યરાજે મારી ગાડીના પણ  ૨૮ હજાર રૃપિયા કીધા હતા.કરણ ગોપાલભાઇ પંચાલના નામનો ભાડા કરાર કરવામાં આવ્યો હતો.દિવ્યરાજે કરણની ઓળખાણ તેના પાર્ટનર તરીકે આપી હતી.મેં મારી ગાડી,આર.સી.બુક દિવ્યરાજને આપી હતી.તેણે ૧૦ દિવસમાં મને એગ્રીમેન્ટની  કોપી આપી દઇશ,તેવું જણાવ્યું હતું.પરંતુ,તેણે મને એગ્રીમેન્ટની નકલ નહી આપતા મને શંકા જતા મારી ગાડી મેં  પરત માંગી હતી.દિવ્યરાજે ૪૫ દિવસમાં ગાડી  પરત આપી દઇશ.તેવો ભરોસો આપ્યો હતો.તેણે ૪૫ દિવસ  પછી મને ભાડાના ૨૫ હજાર આપ્યા હતા.પરંતુ,મેં મારી ગાડી પરત માંગી હતી.મેં વાઘોડિયારોડ પર આવીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,દિવ્યરાજે ઘણા લોકોની કાર ભાડે ફેરવવા  લઇને ગીરવે અથવા વેચાણ કરી દીધી છે.અને હાલમાં તે ફરાર છે.અને તેનો ફોન પણ લાગતો નથી.

 

(7:19 pm IST)