Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

સુરતના હીરાનગરમાં સિગારેટના હોલસેલના વેપારી સાથે 2.96 લાખની ઠગાઈ આચરનાર ઠગ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ

 

સુરત: કલકત્તાના યુનિક ટ્રેડર્સમાંથી ખરીદેલી સિગારેટના પાર્સલ નહીં મોકલાવી વિશ્વાસઘાત કરનાર કલકત્તાના મંગલમ એક્ષપ્રેક્ષ લોજીસ્ટીકના ઠગ સંચાલક વિરૂધ્ધ ઉધનાના સિગારેટના વેપારીએ ઠગાઇની ફરીયાદ ઉધના પોલીસમાં નોંધાવી છે. ઉધના હરીનગર-2 ખાતે માં એન્ટરપ્રાઇઝ નામે સિગારેટનો હોલસેલનો ધંધો કરતા ભાવિક અશોકકુમાર ગઢીયા (.. 23 રહે. સી 902, શુભ વાટિકા, ડીંડોલી) ગત એપ્રિલ મહિનામાં કલકત્તાના યુનિક ટ્રેડમાંથી અલગ-અલગ બ્રાન્ડની સિગારેટ ખરીદી રૂ. 14.78 લાખનું પેમેન્ટ ઓનલાઇન ચુકવ્યું હતું. યુનિક ટ્રેડમાંથી સિગારેટના પાર્સલ મંગાવવા ભાવિકે જસ્ટડાયલ પરથી કલકત્તાની મંગલમ એક્ષપ્રેક્ષ લોજીસ્ટીકનો નંબર મેળવી ભરત દુબેનો સંર્પક કરી સિગારેટના પાર્સલ મોકલાવવા માટે કહ્યું હતું. પરંતુ શરૂઆતમાં ભરત દુબેએ અમદાવાદ-હાવડા એક્ષપ્રેક્ષમાં પાર્સલ મોકલાવ્યા છે એમ કહ્યું હતું. પરંતુ પાર્સલ આવ્યા હતા જેથી ભાવિકે ભરતને કોલ કરતા ફોન બંધ હતો. ભાવિકે કલકત્તામાં રહેતા પિતરાઇની મદદથી ભરતની શોધખોળ કરતા તેના ભાઇ બ્રિજેશ સાથે સંર્પક કરી પોલીસ ફરીયાદ કરવાનું કહ્યું હતું. જેથી ભરત દુબેએ સિગારેટના બે પાર્સલ અને એક ખોટું પાર્સલ મોકલાવ્યું હતું. જેથી ભાવિકે પુનઃ ભરતનો સંર્પક કરતા તેણે ફરીયાદ ખેંચે તો પાર્સલ મોકલાવશે એમ કહી રૂ. 2.96 લાખનું પાર્સલ મોકલાવ્યું હતું. જેથી ભાવિકે ભરત વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.

(7:16 pm IST)