Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

ગાંધીનગર નજીક કોલવાડમાં ખુલ્લી જગ્યામાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 11હજારના મુદામાલ સાથે સાત શકુનિઓને ઝડપી પાડયા

 

ગાંધીનગરગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જુગારની બદી વધી રહી છે ત્યારે પેથાપુર પોલીસે બાતમીના આધારે કોલવડાના પગીવાસ પાસે ખુલ્લી જગ્યામાં દરોડો પાડી જુગાર રમતાં સાત જુગારીઓને ઝડપી પાડયા હતા જેમની પાસેથી ૧૧ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા જુગારીઓ સામે કોરોના કાળમાં એકઠાં થવા બદલ એપેડેમીક એકટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

આમ તો ગાંધીનગર જિલ્લામાં શ્રાવણ મહિના દરમ્યાન જુગારની પ્રવૃતિ ખુબ ફુલી ફાલતી હોય છે પરંતુ છેલ્લા થોડા સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં ઠેકઠેકાણે જુગારની પ્રવૃતિ વધી છે ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરી આવા જુગારધામો ઉપર દરોડા પાડી રહી છે. ત્યારે પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે કોલવડા ગામના પગીવાસમાં ચામુંડા માતાજી મંદિર બહાર ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો તીનપત્તીનો જુગાર રમી રહયા છે. જે બાતમીના આધારે પોલીસ ટીમે દરોડો પાડતાં અહીં જુગાર રમતાં કોલવડાના પગીવાસમાં રહેતા રમેશજી મંગાજી ઠાકોરકિશનજી ભવાનજી ઠાકોરપોપટજી કચરાજી ઠાકોરશંભુજી મણાજી ઠાકોરપધાજી મોતીજી ઠાકોરભીખાજી બાદરજી ઠાકોર અને કરશનજી ભગાજી ઠાકોરને ઝડપી પાડયા હતા જેમની પાસેથી ૧૧૬૬૦ની રોકડ કબ્જે કરવામાં આવી હતી. કોરોના કાળમાં એકઠા થવા બદલ આ જુગારીઓ સામે જુગારધારાની સાથે એપેડેમીક એકટ હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

 

(7:15 pm IST)