Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

કલોલમાં કરિયાણાની દુકાનના તાળા તોડી તસ્કરોએ 85 હજારના મુદ્દામાલની તસ્કરી કરતા પોલીસ ફરિયાદ

 

કલોલ: કલોલ પંથકમાં તસ્કરો એક પછી એક ચોરી કરીને જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા છે તસ્કરોએ ખોરજ ડાભીમાં આવેલ એક કરિયાણાની દુકાનમાં તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ખોરજ ડાભી ગામે કરિયાણાની દુકાન ચલાવતા અર્જુનસિંહ જશુજી ડાભી પોતાની દુકાન રાત્રિના સમયે બંધ કરીને ઘરે ગયા હતા ત્યારે મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરો તેમની દુકાનના તાળા તોડી અંદરથી ચોરી કરી રહ્યા હતા તે વખતે કોઈ ગ્રામજન રાત્રે ગાડી લઈને ગામમાં પ્રવેશતા તેમણે દુકાન ખૂલી જોતાં તે તરફ ગયા હતા અને પોતાની ગાડી ઊભી રાખી હતી ત્યારે કોઈ આવ્યું હોવાનું જણાતા જ ત્રણ તસ્કરો ગાડીમાં ફરાર થઈ ગયા હતા ગ્રામજનોને દુકાનના માલિકને મોબાઈલથી ફોન કરીને જાણ કરતા તેઓ દુકાનને દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરતા દુકાનમાંથી ચોરી થઇ હોવાનું માલુમ પડયું હતું ગાડી લઈને આવેલા તસ્કરો દુકાનમાંથી અલગ-અલગ વજનના તેલના ડબ્બા તથા અલગ અલગ વજનના ઘીનાં પાઉચ  અને ખાંડની બોરી અને ખાંડના પેકેટો તેમજ રોકડ રૃપિયા ૬૦,૦૦૦ મળીને કુલ રૃપિયા ૮૫૪૪૦ ની મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાનું માલુમ પડયું હતું તસ્કરી અંગે તેઓએ તાલુકા પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસ દોડી આવી હતી અને અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરીને તેમને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

 

(7:14 pm IST)