Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

પેટા ચૂંટણીમાં કામ નહીં તો વોટ નહીંના બેનરો સાથે વિરોધ કરાયો : વલસાડ પારડીમાં લોકોમાં રોષ

નગર પાલિકા માજી પ્રમુખ રાજુભાઈ મરચાંએ જણાવ્યું હતું કે પાલિકા બે દિવસમાં ડ્રેનેજનું કામ નહીં કરે તો સોમવારના રોજ તમામ ગ્રામજનો ગટરમાં બેસીને વિરોધ કરવાની ચીમકી આપી છે

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડના વલસાડ પારડીના વોર્ડ બે અને પાંચમાં ડ્રેનેજ લાઈન બાબતે ગામજનોએ પેટા ચૂંટણીમાં કામ નહીં તો વોટ નહીં ભાજપના કાઉન્સિલર ને વોટ નહીંના બેનરો લઈને ફર્યા અને પાલિકા એન્જિનિયર ભાજપની હાય બોલાવી છે બે દિવસમાં ડ્રેનેજનુ કામ નહીં કરે તો સોમવારે ગામજનો ગટરમાં બેસી જવાની ચીમકી આપી જે અંગે જિલ્લા કલેકટરને પણ રજૂઆત કરી છેવલસાડ પારડી વોર્ડ બે અને પાંચમાં ડ્રેનેજ ની સમસ્યાને લઈને પાલિકાએ પોલીસ સાથે રહીને આદિવાસીઓને ધમકાવી ડેનેજ ની લાઈન ડ્રેનેજમાં નહિ પણ ખુલ્લી ગટરોમાં આપી દેતા  ગ્રામજનોએ ભારે વિરોધ કર્યો હતો જેમાં આ બાબતે વોર્ડ બે ના મહિલા સભ્ય ઉર્વશીબેન પટેલે કલેકટરને રજૂઆત કરી હતી પાલિકાના એન્જિનિયરે વર્ક ઓડર વગર કામ કરાવી રહ્યા હોવાનું અને આચાર સહિતાનો ભંગ થઈ રહ્યો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે તેમ છતાં વહીવટી તંત્રે કોઈ પણ એક્શન ના લીધા હતા સાંજ સુધીમાં ડ્રેનેજ લાઈન નાખી દીધી હતી વોર્ડ નંબર બે અને પાંચ ના રહીશોએ આજરોજ ખોડીયાર માતા મંદિર પાસે ગામજનો ભેગા મળીને હાલમાં પેટા ચૂંટણી ને લઈ વોર્ડ નંબર બે અને પાંચ માં મહિલાઓ હાથમાં બેનરો લઇને ગામમાં ફર્યા હતા કે કામ નહીં તો વોટ નહીં અને ભાજપના કાઉન્સિલર ને વોટ નહીં બેનરો લઇને ગામજનો ફર્યા હતા અને મહિલાઓએ વલસાડ નગરપાલિકા ભાજપ અને એન્જિનિયરની હાય હાય બોલાવી હતી નગરપાલિકા માજી પ્રમુખ રાજુભાઈ મરચાંએ જણાવ્યું હતું કે પાલિકા બે દિવસમાં ડ્રેનેજનું કામ નહીં કરે તો સોમવારના રોજ તમામ ગ્રામજનો ગટરમાં બેસીને વિરોધ કરવાની ચીમકી આપી છે
વલસાડ પારડી વોર્ડમાં બે મહિલા સભ્ય ઉર્વશી બેન પટેલ મોડી સાંજે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે ડ્રેનેજ નૂ કામ પાલિકા ના કરે તો ૨૭-૯-૨૧ ના રોજ પાલિકાના  સભ્યો તથા ગ્રામજનો ગટર માં બેસી જશે અને તમામ બાળકોને કારોબારી ચેરમેન પ્રમુખ તેમજ ચીફ ઓફિસરના ચેમ્બર માં મૂકી આવ શું કારણ કે અમારા બચ્ચાને ડેન્ગ્યુ મલેરિયા મહામારી  બીમારીમા  પાડવા માંગતા નથી આમ રોજ મળવા કરતા એક દિવસ મરી ગયા સારું ચુંટણી ધ્યાને લઇને ખોટું કામ કરાવી રહી છે પાલિકા તેનો વિરોધ કરી રહ્યા છે

(11:39 am IST)