Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

શ્રી સ્વામિનારાયણ શાળા, મણિનગર સુવર્ણ જયંતી મહોત્સવની દબદબાભેર ઉજવણી

ભૂમંડળ સ્થિત તીર્થોતમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિન toગર સંચાલિત શ્રી સ્વામિનારાયણ શાળાના વિવિધ શિક્ષણ વિભાગો જેવા કે શ્રી સ્વામિનારાયણ મંદિર બાલ મંદિર, પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, ઉચ્ચતર માધ્યમિક શાળા, શ્રી મુક્તજીવન સ્વામીબાપા ઇન્સ્ટિટયૂટ ઓફ કોમ્પ્યુટર ટેકનોલોજી, શ્રી સ્વામીબાપા રીડિંગ સેન્ટર, શ્રી સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ ટેકનો સ્કૂલ (ઇંગ્લીશ મીડીયમ) વગેરે....

શ્રી સ્વામિનારાયણ શાળા સુવર્ણ જયંતી મહોત્સવ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. કેળવણી શિક્ષણ સદ્વિદ્યાના હિમાયતી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આદેશ આપ્યો છે. 

પાઠશાળા બનાવીને તેમાં સારા વિદ્વાનને સ્થાપીને સદ્વિદ્યાનું પ્રવર્તન કરવું. કેમજે વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે. (શ્લોક-૧૩૨) ભગવાનના આદેશને ચરિતાર્થ કર્યો એમની જ સાર્વભૌમ પરંપરાના ચતુર્થ વારસદાર ગુરુરાજ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ. તેઓશ્રી એવા વિશિષ્ટ ધર્માચાર્ય હતા જેમણે સમાજ તરફથી પ્રાપ્ત દાન પ્રવાહને સમાજ હિતમાં વહેવડાવ્યો. તેની ફળશ્રુતિરૂપે  સ્વામિનારાયણ બાલ મંદિર, પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, ઉચ્ચતર માધ્યમિક, સ્વામિનારાયણ કોલેજ વગેરે વિદ્યાધામોનાં સર્જન થયાં. જેમાં નાતજાતથી પર રહીને સૌને આવકાર્યા સ્વામીબાપાએ કહ્યું છે કે, શિક્ષણ એ કેળવણીનો રાજમાર્ગ છે, ધોરીમાર્ગ છે. લવણ વિનાનું ભોજન નકામું, એમ કેળવણી વિનાનું જીવન નકામું. શિક્ષણ વિદ્યા એ દુનિયામાં સૌથી કિંમતી ખજાનો છે. કોઈપણ ખજાનાને તેવી ચિરસ્થાયી સાથે સરખાવી ન શકાય.

સાચું શિક્ષણ, સાચી વિદ્યા કઈ? તો જે વિદ્યા વિનય શીખવે તે. તત્વચિંતક વિલિયમ હેનરી ચેનીંગ કહે છે કે, થોડી વસ્તુઓથી સંતુષ્ટ રહેવું. વૈભવને બદલે સુંદરતા અને ફેશનને બદલે સુઘડતા પસંદ કરવી, સખત પરિશ્રમ કરવો, શાંતચિત્તે વિચારવું, મૃદુપણે વાતચીત કરવી, નિખાલસપણે વર્તવું, અવસરની રાહ જોવી, ઉતાવળ કરવી નહીં, આધ્યાત્મિકતાને પ્રગટવા દઈ જીવનભાવના મજબૂત બનાવી એ જ મુખ્ય હેતુ છે. આવા શુભ હેતુથી શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ઈ.સ. ૧૯૬૯ માં પ્રાથમિક, માધ્યમિક શાળાનો મંગલારંભ કર્યો. તેમાં ઉચ્ચતર માધ્યમિક શાળા પણ ઉમેરાઈ. આ શિક્ષણ સંકુલને ૫૦ વર્ષ પૂર્ણ થતાં તેની સુવર્ણ જયંતી મહોત્સવ પરમ ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ શાળા પરિવારના વિદ્યાર્થીઓ, અધ્યાપકો વગેરેમાં અનોખા ઉત્સાહનો થનગનાટ  દીસતો હતો. સાચા અર્થમાં શિક્ષાર્થી અને શિક્ષકો બની, રાષ્ટ્ર વિકાસનું લક્ષ્ય સેવી સર્વાવતારી સ્વામિનારાયણબાપા સ્વામીબાપા અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજની પરમ પ્રસન્નતા, શુભાશિષ પ્રાપ્ત કરવા માટે સૌ કોઈ પૂર્વ વિદ્યાર્થીઓ  આવ્યા હતા. શ્રી સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણથી શ્રી સ્વામિનારાયણ હાઇસ્કૂલ ઓડિટોરિયમમાં વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજનો વિદ્યાર્થીઓએ પુષ્પ પાંખડીઓ ચરણોમાં અર્પણ કરીને, સૂત્રોચાર પોકારીને સ્વાગત કર્યું હતું. સ્વામિનારાયણ  શાળાના વિદ્યાર્થીઓએ અનેકવિધ પ્રદર્શન પ્રતિકૃતિઓ સજાવટ કરીને પ્રદર્શન બનાવ્યું હતું ત્યાં પરમ પૂજ્ય સ્વામીજી મહારાજ  પધારીને નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ઓડિટોરિયમમાં સંતો-ભક્તો સહ વ્યાસાસને વિરાજમાન થયા હતા. દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પૂર્વ વિદ્યાર્થીઓ  શાળામાં વિદ્યાભ્યાસ કરીને વ્યવહારિક જીવનમાં ઉન્નતિ પામ્યા છે, તેવા વિદ્યાર્થીઓએ ક્રમશઃ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજને પુષ્પનો હાર પહેરાવી અને સન્માન સ્વાગત કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સ્વામિનારાયણ શાળા પરિવારના વર્તમાન આચાર્યો, શિક્ષક ગણ સાથે મળીને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજને મોમેન્ટો અર્પણ કરી અને સન્માનિત કર્યા હતા. વળી, સ્વર્ણિમ યાત્રા સ્મરણિકા ૧૯૬૯ થી ૨૦૧૯ નું વિમોચન પરમ પૂજ્ય સ્વામીજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરમ પૂજ્ય સ્વામીજી મહારાજે આશીર્વાદનું રસપાન કરાવ્યું હતું.  ત્યારબાદ પૂર્વ  વિદ્યાર્થીઓએ પરમ પૂજ્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ દર્શન પ્રાપ્ત કર્યા હતા અને અંતમાં સૌ કોઈ મહાપ્રસાદ આરોગીને યથાસ્થાને પ્રસ્થાન કર્યું હતું.

(4:42 pm IST)