Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

વડોદરા જિલ્લા પંચાયત કોંગ્રેસના હાથમાથી સરકતા બચી : પ્રદેશ અધ્યક્ષ સાથે બેઠક બાદ વિવાદ ઉકેલાયો: પ્રમુખ મામલે સમાધાન

કોંગ્રેસના 22 સભ્યોમાંથી 11 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી

 

વડોદરા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ સામે અવિશ્વાસની દસરખાસ્ત બાદ કોંગ્રેસને મામલો થાળે પાડવામાં સફળતા મળી છે.જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યોએ અમિત ચાવડા સાથે બેઠક કર્યા બાદ મામલો આજે થાળે પડ્યો હતો. અવિશ્વાસની દરખાસ્ત કરનાર કોંગ્રેસના 11 સભ્યો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અંગે સમાધાન થયું છે. કોંગ્રેસના 22 સભ્યોમાંથી 11 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી.

હવે કોંગ્રેસના 22 સભ્યો ફરીથી એક થતાં વડોદરા જિલ્લા પંચાયતમાં ફરીથી કોંગ્રેસના પ્રમુખ બનશે. નવા પ્રમુખની પસંદગી કરવા પ્રદેશ પ્રમુખને રજુઆત કરી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ પન્નાબેન ભટ્ટની કામગીરી સામે સભ્યોનો વિરોધ હતો. આજે બેઠક બાદ પ્રમુખનો વિવાદ ઉકેલાયો છે. અને ટૂંક સમયમાં નવા પ્રમુખની વરણી કરવામાં આવશે. કોંગેસના પ્રમુખ સામે કોંગ્રેસના 11 સભ્યોએ ભાજપના સભ્યો સાથે મળી અવિશ્વાસની દરખાસ્ત કરતા કોંગ્રેસના હાથમાંથી જિલ્લા પંચાયત જવાના એંધાણ હતા. પરંતુ આજે અંગે સમાધાન થતા કોંગ્રેસ વડોદરા જિલ્લા પંચાયતમાં સત્તા જાળવી રાખશે.

 

(10:49 pm IST)