Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

સુરતના ગોદાવાડીથી ઉપાડી જઈ પોલીસે ઢોરમાર મર્યાનો વિદ્યાર્થીનો આરોપ

માંડવીની આર્ટ્સ & કોમર્સ કોલેજના છેલ્લા વર્ષના MAના વિદ્યાર્થી આકાશ કોવસિક ભાઈ હળપતિ ઉપર દારૂની ખેપ મારવાનો આરોપ મૂકી પોલીસ ઉપાડી ગઈ હતી.

સુરતમાં એમએના વિદ્યાર્થીને દારૂની ખેપ મારવાનો આરોપ મૂકીને પોલીસે ઢોર માર માર્યો હોવની ઘટના બની હતી. ગુરુવારે રાત્રે કારમાં ઉઠાવી જઇને પોલીસે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. પોલીસ માર મારીને વિદ્યાર્થીનું આખું શરીર સુજવાડી દીધું હતું. આ અંગે જાણ થતાં પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાંથી વિદ્યાર્થી ગંભીર રીતે માર મરાયેલી હાલતમાં મળી આવ્યો હતો. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાવમાં આવ્યો હતો. (કિર્તેષ પટેલ, સુરત)

માંડવીની આર્ટ્સ & કોમર્સ કોલેજના છેલ્લા વર્ષના MAના વિદ્યાર્થી આકાશ કોવસિક ભાઈ હળપતિ ઉપર દારૂની ખેપ મારવાનો આરોપ મૂકી ગત રાત્રે માંડવીના ગોડાવાડી ગામના ચાર રસ્તા પાસેથી પોલીસ ઉપાડી ગઈ હતી. સ્વીફ્ટ કાર ખાનગીમાં આવીને પૂછપરછ કરીને આકાશને ઉપાડી ગઇને રાત્રે ઢોર માર માર્યો હતો. શુક્રવારે જાણ થતાં આજે સવારે પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

   તાલુકા પંચાયતના સભ્ય શકરભાઈ ચૌધરી સાથે પરિવાર પોલીસ સ્ટેશન જતા આકાશ કોવસિક ભાઈ હળપતિ ઇજાગ્રર્સ્ત હાલતમાં મળી આવ્યો હતા. તાત્કાલિક માંડવી સામુહિત આરોગ્ય કેન્દ્ર બાદ બારડોલી સરકારી દવાખાને લઈ જવાયો હતો ત્યારબાદ પોલીસ બંદોબસ્તમાં સુરત સિવિલ ખસેડાયો હતો.આકાશના થાપા, જાગની પાછળ અને પગના, પગના તળિયે અસંખ્ય મારના નિશાન મળી આવ્યા હતા. મેડિકલ ઓફિસર ડો. બર્મનએ તમામ ઇજાના નિશાન MLC ચોપડે નોંધી આકાશની સારવાર શરૂ કરી હતી. આકાશે પોલીસે માર માર્યો હોવાના નિવેદન ડોકટરને આપ્યા હતો

(8:07 pm IST)