Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

આને કહેવાય ફરજનિષ્‍ઠ પોલીસ અમદાવાદ પોલીસ આરોપીને પકડવા મુંબઇ ગઇ અને ચાર દિવસ પાર્કિંગમાં આરોપીની વોચ માટે બેસી રહી : આખરે સફળતા મેળવી

અમદાવાદ: સામાન્ય રીતે પોલીસને બાતમી મળે અને પોલીસ જઈને આરોપી પકડતી હોય છે અને મુદ્દામાલ કબ્જે પણ કરી શકતી નથી. પણ અમદાવાદની એલિસબ્રિજ પોલીસે આરોપીને પકડવા માટે પાર્કિંગમાં કલાકો સુદી બેસી રહી અને અંતે લોકર ચોરીના આરોપીને પકડવામાં સફળતા મળી.

પોલીસે આરોપીને પકડવામાં તો સફળતા મળી પણ સાથે સાથે આરોપી પાસેથી 1.22 કરોડનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો.

2017નાં વર્ષમાં અમદાવાદનાં વાસુપુજ્ય લોકરમાંથી કરોડો રૂપિયાની ચોરી થઇ હતી. આ સમયે એલિસબ્રિજ પોલીસે શકમંદોને બોલાવી પૂછપરછ કરી હતી. તેમાં આરોપી દ્રોણ ઉર્ફે દેવલ પંચાલની પણ શંકા ના આધારે પૂછપરછ કરાઈ હતી. પણ પોલીસ પાસે સીસીટીવી ફૂટેજ કે પુરાવા ન હોવાથી તેને જવા દીધો હતો. બાદમાં પુરાવા મળતા જ આરોપી ફરાર થઈ ગયો અને પોલીસે 70 મુજબનું વોરંટ કાઢ્યું હતું પણ આરોપી પકડાયો નહિ.

આખરે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પોલીસ-સબ-ઇન્સ્પેક્ટ એ.પી જેબલિયાએ તપાસ હાથ ધરી હતી. તપાસ માટે પોલીસની ટિમ મુંબઈનાં ગોરેગાવ ખાતે આવેલા આરોપીનાં ઘરે પહોંચ્યા. એક તરફ મુંબઈમાં ભારે વરસાદ અને આરોપી વરસાદના કારણે ઘરની બહાર નીકળતો ન હતો. આરોપીને પકડવા માટે સતત ચાર દિવસ સુધી પાર્કિંગમાં બેસી રહી. આખરે એક દિવસ આરોપી દેવલ બુલેટ લઈને નીકળ્યો ત્યાં જ તેને ઝડપી પાડ્યો અને સીધો અમદાવાદ લાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધો.

એલિસબ્રિજ પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ એ.પી જેબલિયાએ જણાવ્યું કે દેવલે તો લોકર ખોલાવી આસપાસના લોકરની ડુપ્લિકેટ ચાવી બનાવડાવી ચોરી કરી હતી. પણ તેને ટીપ અજય મહેતાએ આપી હતી. વર્ષ 2011 માં અજય લોકર ચોરીમાં મુંબઈમાં પકડાયો હતો....

એકતરફ આખી રાત બેસી રહેવા છતાં આરોપી આવતો ન હતો. ત્યાં પોલીસે ફ્લેટના પાર્કિંગમાં પડેલા 30થી વધુ વાહનોના નમ્બર સોફ્ટવેરમાં નાખી તપાસ્યા. ત્યાં બુલેટ નો નમ્બર ચકાસતા આરોપીનું નામ ખુલ્યું. અને પોલીસે આરોપીની ચોકસાઈ બાબતે હાશકારો અનુભવ્યો. આરોપીએ ચોરીના રૂપિયાથી પત્નીના નામની બેંકમાં એફ.ડી (ફિક્સ્ડ ડિપોઝિટ) પણ કરી હતી. જોકે પોલીસે હાલ આ એફ.ડી, 1.15 કરોડના દાગીના, 7 લાખ રોકડા કબ્જે કર્યા હતા.

(4:48 pm IST)