Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

હવામાન વિશેષ MJO શું છે જાણો બંગાળની ખાડીમાં ચાર-પાંચ દિવસના અંતરે અેક પછી અેક લોપ્રેસર બન્‍યા રાખશે : MJOની મદદથી ભારત લેવલે ૧ર સપ્‍ટેમ્‍બર સુધી ચોમાસુ સક્રિય રહેશે

રાજકોટ : આ mjo છે..જેને મેડન જુલીયન ઓસિલેશન કહેવાય....mjo 35/40 દિવસે સમગ્ર વિશ્વ ને આંટો મારી ને આપણા ઓશન એટલે અરબસાગર = ફેસ 2 તેમજ બાય ઓફ બેંગાલ = ફેસ 3   માં આવતો હોય છે.હાલ mjo બાય ઓફ બેંગાલ માં છે..mjo ની આપણા ઓશન માં હાજરી હોય એટલે બંગાળની ખાડીમાં ઉપરાઉપરી લો પ્રેસર બનતા હોય છે...એટલે આગામી dt.28 આસપાસ તેમજ dt.2 સપ્ટેમ્બર આસપાસ તેમજ 7/8 સપ્ટેમ્બર આસપાસ લો પ્રેસર બનશે.. આ સમય દરમ્યાન આપણું દક્ષિણ પશ્ર્ચિમ ચોમાસું સક્રીય રહેતું હોય છે.

  ચોમાસા દરમ્યાન ગત માસ સુધી એલનિનો સક્રીય હતો.અલનિનો ને હિસાબે ભારતનું ચોમાસું નબળું રહેતું હોય છે.એવુ માનવામાં આવે છે.

   એલનિનો ની ગંભીર અસર ને ખાળવા માટે 35/40 દિવસે મજબુત કે નબળો mjo ની હાજરી  તેમજ i.o.d (ઇન્ડીયન ઓસન ડાયપોલ)પોઝીટીવ હોય તો આ બંને પરિબળો સક્રીય રહે એટલે ભારત ના ચોમાસા પર એલનિનો અસર ખાસ વર્તાતી નથી....હાલ mjo બંગાળની ખાડી એટલે ફેસ =3 માં સક્રીય છે.. તેમજ iod પણ પોઝીટીવ છે.એટલે આગામી દિવસો માં બંગાળની ખાડી માં  ચાર પાંચ  દિવસ ના અંતરે એક પછી એક લો પ્રેસર થયા રાખશે..  Mjo ની ગેરહાજરી બાદ પણ  બંગાળની ખાડી માં લો પ્રેસર થતા હોય છે.Mjo ફેસ 4 એટલે પેસિફક મહાસાગર માં હોય ત્યારે પેસિફીક મહાસાગર માં વાવાજોડા વધુ બનતા હોય છે. ક્યારેક ક્યારેક તે વાવાજોડા નબળા પડી ને સરક્યુલેસન સ્વરુપ કે તેના પલ્સ બંગાળી ની ખાડીમાં આવતા હોય છે. પેસિફીક મહાસાગરની સહાનુભુતિ થી બંગાળની ખાડી માં લો પ્રસર થતા હોય છે.

    ટુંક માં mjo ની હાજરી થી ભારત લેવલે dt.12 સપ્ટેમ્બર સુધી ચોમાસું સક્રિય રહેશે..

(5:09 pm IST)