Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

સુરતની વધુ એક સિદ્ધિ : સ્માર્ટ સિટી મિશનમાં સુરત અને ઈન્દોર શહેર સંયુક્ત રીતે નંબર વન

ઈન્ડિયા સ્માર્ટ સિટી યોજનાની હરીફાઈમાં યુપી અવ્વલ : કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચંડીગઢ ટોચના સ્થાને

અમદાવાદ : કેન્દ્ર સરકારની સ્માર્ટ સિટી પરીયોજનાને લાગુ કરવામાં ઉત્તરપ્રદેશે પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેન્દ્રિય શહેરી તેમજ વિકાસ મંત્રાલયના ઈન્ડિયા સ્માર્ટ સિટી યોજનાની હરીફાઈમાં યુપીએ બાજી મારી છે. મધ્ય પ્રદેશ બીજા અને તમિલનાડુ ત્રીજા નંબર પર છે. અને જો શહેરની વાત કરીએ તો ઈન્દોર અને સુરતનો નંબર પહેલો આવ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચંડીગઢ ટોપ પર છે.

 

સ્માર્ટ સિટી મિશન, પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના અને અમૃત યોજનાના 6 વર્ષ પૂરા થવાના આ અવસર પર શુક્રવારે તેમાના માટે ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ 25 જૂન 2015ના રોજ આ યોજનાને લોન્ચ કરી હતી.

આ ઇનામો માટે એવાં રાજ્યો અને એવાં શહેરો પસંદ કરવામાં આવે છે જેમાં સરકારી સેવાઓ, સેનિટેશન, અર્થવ્યવસ્થા, કલ્ચર, શહેરી વાતાવરણ, પાણી અને પરિવહનને માનવામાં આવે છે. પણ આ વર્ષે કોરોનાને પણ આમાં જોડવામાં આવ્યો હતો. ઇનામોની જાહેરાત કરતાં શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે અમે 2018માં આ શરૂઆત કરી હતી. આ કરવા પાછળ કરવાનો હેતુ માત્ર એ જ છે કે આ દ્વારા શહેરને પોતની વ્યવસ્થા સુધારવા માટેની મોકો મળે છે અને નવી ઓળખાણ મળે છે.

(11:25 pm IST)