Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

વડોદરા: મકરપુરામાં લગ્ન પ્રસંગમાં કેમેરામેને સ્પ્રે ઉડાવવાની ના કહેતા યુવકે અપશબ્દો બોલી માર મારતા ગંભીર ઇજા

વડોદરા:શહેરના મકરપુરા વિસ્તારમાં લગ્નપ્રસંગ દરમિયાન વીડિયો શુટિંગ કરી રહેલા કેમેરામેને તેના કેમેરા પર સ્પ્રે ઉડાવવાની ના પાડતા સ્પ્રે ઉડાવી રહેલા યુવકે કેમેરામેનને અપશબ્દો બોલીના દંડાના ફટકા મારી પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

બોરસદ તાલુકાના ધોળીકુઈ ગામની ઈંદિરા કોલોનીમાં રહેતા ૨૮ વર્ષીય ચન્દ્રેશભાઈ મફતભાઈ ભોઈ ફોટોગ્રાફીનું કામ કરે છે. ગત સોમવારે તેમને શહેર નજીક ભાલિયાપુરા ગામ ટાંકીવાળા ફળિયામાં રહેતી મિત્રની સાળીના લગ્નપ્રસંગમાં વીડિયો શુટિંગ અને ફોટોગ્રાફીનો ઓર્ડર મળ્યો હતો. રાત્રે દસ વાગે યુવતીના લગ્નનું ફુલેકુ ંકાઢ્યું હોઈ તે વીડિયોગ્રાફી કરતા હતા તે સમયે જગદીશ ઉર્ફ કશી શિવાજી ઠાકોર (ભાલિયાપુરા, પાણીની ટાંકી પાસે) લગ્નપ્રસંગમાં વપરાતુ સાબુવાળુ સ્પ્રે ઉડાવવાની શરૃઆત કરી હતી. 

(6:01 pm IST)