Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

અમદાવાદ કોર્પોરેશન દ્વારા સીજી રોડનું ૩૩ કરોડના ખર્ચે નવિનીકરણ કરાશે

અમદાવાદ: આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના અત્યંત પ્રખ્યાત એવા સીજી રોડનું નવીનીકરણ કરવાની સત્તાવાર શરૂઆત દીધી છે. જે અંતર્ગત રૂપિયા 33 કરોડના ખર્ચે સીજી રોડનું સ્માર્ટ રોડ તરીકે નવીનીકરણ કરવામાં આવી રહ્યુ છે. જેમાં સ્ટેડીય છ રસ્તા તરફનો 50 મીટરનો એક તરફનો ભાગ તૈયાર પણ કરી દેવાયો છે. જેની મ્યુનિસિપલ કમિશ્નરે જાત મુલાકાત પણ લીધી.

    રૂપિયા 33 કરોડના ખર્ચે સીજી રોડનું કરાઇ રહ્યુ છે નવીનીકરણ

    સ્માર્ટસિટી પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ રોડ તરીકે વિકસાવાશે

    સ્માર્ટ પાર્કિંગ મેનેજમેન્ટની સુવિધા ઉભી કરાશે

    રાહદારીઓ માટે વિશેષ જગ્યા ફાળવવામાં આવશે.

    સ્ટેડીયમ છ રસ્તાથી પરીમલ ક્રોસીંગ સુધી થશે કામગીરી

    ઇન્ફોરમેશન ટેકનોલોજીનો કરાશે મહત્તમ ઉપયોગ.

    સ્માર્ટ પોલમાં જ ઉભી કરાશે તમામ સુવિધાઓ

    1995 બાદ પ્રથમવાર સીજી રોડનું નવીનીકરણ

    રૂપિયા 33 કરોડના ખર્ચે સ્માર્ટરોડ તરીકે કરાશે ડેવલપ

    રાહદારીઓ અને વાહનો માટે ખાસ વ્યવસ્થા

દેશ-દુનિયાના વિવિધ શહેરોમાં એક એક જગ્યા એવી હોય છે કે જેનાથી જે-તે શહેર ઓળખાય છે. મેગાસીટી અને હવે સ્માર્ટસિટી બનવા જઇ રહેલા અમદાવાદમાં પણ આવી એક જગ્યા છે. સીજીરોડ. વર્ષ 1995માં તત્કાલીન શાષકો અને અધિકારીઓએ તે સમયની માંગ મુજબ સીજી રોડની ડિઝાઇન બનાવી તેનો અમલ કર્યો હતો. પરંતુ વર્તમાન સમય અને ભવિષ્યની જરૂરીયાતને જોતા હવે આ સીજી રોડની ડિઝાઇનમાં બદલાવ કરવો જરૂરી બન્યો છે. સતત વધતા ટ્રાફીક અને વાહનોના કારણે તંત્રએ રૂપિયા 33 કરોડનો પ્રોજેક્ટ મંજૂર કર્યો છે. જેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

શું વિશેષતા હશે નવા સીજી રોડમાં

    રાહદારીઓ અને વાહનો માટે અલગ લેન

    સ્માર્ટ પાર્કિંગ મેનેજમેન્ટ

    સ્માર્ટ પોલ્સ

    વાઇ-ફાઇ બેઝ સ્ટ્રીટ લાઇટ મોનીટરીંગ

    ટ્રાફીક સર્વેલન્સ માટે કેમેરા

    સ્ટ્રીટ ફર્નિચર- બોલાર્ડ અને સાઇનેઝ

    ટ્રી પ્લાન્ટર

    મોટા વૃક્ષો

    કોર્મશીયલ ડિસપ્લે બોર્ડ

    જુદી-જુદી સર્વિસ માટે અલાયદી ડક્ટ

નોંધનીય છેકે મૂળી સીજી રોડ સ્ટેડીયમ છ રસ્તાથી પંચવટી સુધીનો ગણાય છે. પરંતુ નવા પ્રોજેક્ટ અંતર્ગત હવે પંચવટીથી આગળ પરીમલ ક્રોસ રોડ સુધી તેને વિકાસવવામાં આવશે. સમગ્ર પ્રોજેક્ટમાં રાહદારીઓને ચાલવા માટે યોગ્ય જગ્યા મળી રહે અને તેમને વાહનોથી ખલેલ ન પડે તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવશે. સાથે જ ગ્રીન રોડ અંતર્ગત વર્તમાન વૃક્ષોને ફરીથી ત્યાંજ ઉછેરવા અને નવા વૃક્ષોનું પણ આયોજન કરવામાં આવી રહ્યુ છે.

(4:46 pm IST)
  • કોંગ્રેસ સત્તામાં હોય છે ત્યારે આતંકવાદીઓ અને માઓવાદીઓનો આત્મવિશ્વાસ વધે છે :વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકારા પ્રહાર કરતા લોહરદગામાં ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી માત્ર એક પરિવાર માટે વિચારે છે અને તેના માટે જ સમર્પિત છે :અન્ય તેના માટે માત્ર વોટબેન્ક છે access_time 1:08 am IST

  • અમેરીકા અને ઓમાનને વન-ડે આંતરરાષ્ટ્રીય ટીમનો દરજ્જો : આઈસીસી દ્વારા અમેરિકા અને ઓમાનને વન-ડે આંતરરાષ્ટ્રીય ટીમનો દરજ્જો આપવામાં આવ્યો છે. બંને ટીમે વર્લ્ડકપના લીગ મેચોના પોતપોતાના મુકાબલા જીતી લીધા હતા. આઈસીસીએ બંને ટીમને અભિનંદન પાઠવ્યા હતા access_time 3:43 pm IST

  • ભરૂચ:ઝઘડિયામાં વર્ષ 2016માં 11 વર્ષીય દિવ્યાંગ કિશોરી સાથે દુષ્કર્મનો મામલો: ભરૂચ પોકસો કોર્ટે આરોપીને મૃત્યુ પર્યંત આજીવન કેદની સજા ફટકારી:દિવ્યાંગ કિશોરીની એકલતાનો લાભ લઇ આરોપીએ આચર્યું હતું દુષ્કૃત્ય access_time 9:07 pm IST