Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

સુરતના સલાબતપુરામાંથી નકલી પોલીસ સબ ઇન્સ્પેકટર ઝડપાયો

ખાખી વર્દી પહેરી ફરતા ધનજી સોલંકીને એસઓજીએ દબોચી લીધો

સુરતના સલાબતપુરા વિસ્તારમાંથી નકલી પોલીસ સબ ઈન્સપેક્ટર ઝડપાયો છે એસઓજીએ પોલીસે નકલી પીએસઆઈની ધરપકડ કરી પૂછપરછ કરતા તેનું નામ ધનજીભાઈ લહેરી હોવાનું સામે આવ્યું છે. 

   સલાબતપુરા વિસ્તારમાં ખાખી વર્દી પહેરી ફરતો હોવાની એસઓજીને બાતમી મળી હતી. જેથી બાતમી આધારે એસઓજીએ ધનજીભાઈની ધરપકડ કરી છે. અને કેમ પીએસઆઈની વર્દી પહેરીને ફરતો હતો તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. 

  છેલ્લા ઘણા સમયથી ધનજી પટેલ ખાખી વર્દી પહેરીને ફરતો હતો. જેની જાણ થતા SOGએ શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.

(1:45 pm IST)