Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

પાટણ લોકસભા બેઠક પર લીલાધર વાઘેલાનો મોહભંગ :નટુજી ઠાકોર,ભરતસિંહ ડાભી,સહિતના નામ ચર્ચામાં છે

ભાવસિંહ રાઠોડ અને જુગલ ઠાકોરના નામ પણ ચર્ચામાં ઉમેરાયા

ભાજપે ગુજરાતની ર૬માંથી ૧૬ બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા છે. પરંતુ જે દસ બેઠકો બાકી રહી છે તેના કારણે રાજકારણ ગરમાયુ છે બાકી રહેલી 10 બેઠકો પૈકી પાટણ બેઠક પરથી હવે લીલાધર વાઘેલાને મોહભંગ થયો છે

  . લીલાધર વાઘેલા પોતાના દીકરાને વિધાનસભાની ટિકીટ આપવાના મુદ્દે ભાજપ હાઈકમાન્ડ સામે બાંયો ચડાવેલી. અત્યારે પણ પોતાની લોકસભા બેઠક બદલીને પોતાને બનાસકાંઠામાંથી ઉભો રાખવા લીલાધર વાઘેલાની માંગ ઉઠાવે છે ત્યારે પાટણ બેઠક પર પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, ભરતસિંહ ડાભીના નામ ચર્ચા છે વચ્ચે  ભાવસિંહ રાઠોડ અને જુગલ ઠાકોરના નામ પણ ચર્ચામાં ઉમેરાયા છે.

(8:35 pm IST)