Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

સ્વાઈન ફ્લુથી વધુ એકનું મોત : ૨૪ નવા કેસો થયા

સ્વાઈન ફ્લુથી મોતનો આંકડો વધીને ૧૩૨ : સ્વાઈન ફ્લુના સકંજામાં આવ્યા બાદ ૨૭૧ દર્દીઓ હજુ વિવિધ હોસ્પિટલમાં સારવારમાં : કેસોની સંખ્યા ૪૫૧૧

અમદાવાદ,તા.૨૫ : સ્વાઈન ફ્લુનો આતંક રાજ્યમાં હજુ પણ જારી રહ્યો છે. રાજ્યમાં વધતી જતી ગરમી વચ્ચે સ્વાઈન ફ્લુના પણ નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. આજે રાજ્યમાં સ્વાઈન ફ્લુના વધુ ૨૪ કેસ સપાટી ઉપર આવ્યા હતા અને એકનું મોત થયું હતું. આજે વધુ એકના મોત સાથે મૃતકોની સંખ્યા વધીને ૧૩૨ ઉપર પહોંચી ગયો હતો જ્યારે આજે ૨૪ નવા કેસોની સાથે સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા ૪૫૧૧ સુધી પહોંચી ગઈ છે. રવિવારના દિવસે પણ એક દર્દીનું મોત થયું હતું. રોગથી પીડિત થયેલા ૪૦૮૬ જેટલા દર્દી સારવાર લીધા બાદ સ્વસ્થ થઇ ચુક્યા છે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે જ્યારે સ્વાઈન ફ્લુના ૨૭૧ દર્દીઓ હજુ પણ જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લુના સૌથી વધુ દર્દીઓ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના દર્દીઓની સંખ્યા ૧૩૦૦થી પણ ઉપર પહોંચી ચુકી છે અને મોતનો આંકડો એકલા અમદાવાદમાં ૨૫થી ઉપર રહ્યો છે. રાજ્ય સરકાર એપીડેમિક વિભાગના કહેવા મુજબ અમદાવાદ મનપામાં સ્વાઈન ફ્લુના કેસો સૌથી વધારે છે.  સંબંધિત વિભાગ દ્વારા તમામ પગલાં લેવાઈ રહ્યા હોવા છતાં કેસો બની રહ્યા છે.  સ્વાઈન ફ્લુનો આતંક યથાવત રીતે જારી રહેતા હવે સ્કુલ અને કોલેજો માટે પણ આરોગ્ય ચેતવણી જારી કરાઈ છે.  અમદાવાદ, રાજકોટ, વડોદરા અને અન્યત્ર વિસ્તારોમાં સ્વાઈન ફ્લુનો આતંક વધારે જોવા મળ્યો છે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે.  સ્વાઈન ફ્લુને રોકવા તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યા વધી રહી છે. છેલ્લા ૩ દિવસમાં ૭૩ કેસની સાથે દર્દીઓની સંખ્યા ૪૫૧૧ થઇ ગયો છે. ગુજરાતમાં આજે પણ નવા કેસ સપાટી ઉપર આવ્યા હતા. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના કેસો સૌથી વધુ નોંધાયા છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુને રોકવાના પગલા હજુ સુધીબિનઅસરકારક દેખાઈ રહ્યા છે. બીજી બાજુ આરોગ્ય વિભાગે દાવો કરતા કહ્યું છે કે, રાજ્યમાં આ વર્ષે રોગથી ગ્રસ્ત લોકોની સંખ્યા વધી છે. સાથે સાથે યોગ્ય સારવાર લીધા બાદ ૪૦૮૬ લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. આ વર્ષે સૌથી વધારે સ્વાઈન ફ્લુના દર્દી અમદાવાદ મ્યુનિસિપલ ક્ષેત્રમાં નોંધાયા છે.

સ્વાઈન ફ્લૂનો આતંક...

અમદાવાદ, તા.૨૪ : સ્વાઈન ફ્લુનો આતંક રાજ્યમાં હજુ પણ જારી રહ્યો છે. રાજ્યમાં વધતી જતી ગરમી વચ્ચે સ્વાઈન ફ્લુના પણ નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. આજે રાજ્યમાં સ્વાઈન ફ્લુના વધુ ૨૪ કેસ સપાટી ઉપર આવ્યા હતા અને એકનું મોત થયું હતું. આજે વધુ એકના મોત સાથે મૃતકોની સંખ્યા વધીને ૧૩૨ ઉપર પહોંચી ગયો હતો જ્યારે આજે ૨૪ નવા કેસોની સાથે સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા ૪૫૧૧ સુધી પહોંચી ગઈ છે.સ્વાઈન ફ્લુનો આતંક નીચે મુજબ છે.

સ્વાઈન ફ્લૂના કુલ કેસ...................... ૪૫૧૧થી વધુ

સ્વાઈન ફ્લૂથી મોત............................. ૧૩૨થી વધુ

સારવાર હેઠળ લોકો............................. ૨૭૧થી વધુ

સ્વસ્થ થયેલા લોકો............................ ૪૦૮૬થી વધુ

૨૪ કલાકમાં મોત............................................. ૦૧

(7:54 pm IST)