Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

નડિયાદના સિમ વિસ્તારમાં પોલીસે દેશી બનાવટની બંધુક સાથે ત્રણની ધરપકડ કરી

નડિયાદ: ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારના દવાપુરા ગામની સીમમાં એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન દેશી બનાવટની બંદુક તેમજ દારૂગોળા સાથે ઇસમો ઝડપાયા હતા. ઇસમો હથિયારો કયાંથી લાવ્યા અને શું ઉપયોગ કરવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ મળેલ બાતમીના આધારે ખેડા એલસીબીની ટીમ દવાપુરા ગામના મુવાડી સીમ વિસ્તારમાં પહોંચી હતી. જયાં શંકાસ્પદ ઇસમો ઝડપાયા હતા. જેઓની પાસેના સામાનની ચકાસણી દરમ્યાન વગર પાસ પરમીટની દેશી બનાવટની બંદુક, કિ.રૂ.,૦૦૦, લોખંડનો સળીયો કિ.રૂ.૫૦, શીશાના છરા નંગ.૧૦ કિ.રૂ.૧૦૦, લોખંડનો છરો કિં.રૂ.૧૦૦, ગંધક પાવડરની ડબ્બી કિ.રૂ.૫૦, બે મોબાઇલ કિ.રૂ.૧૦૦૦, મો.સા.નં.જીજે..સીસી.૩૦૭૩ મળી કુલ્લે રૂ.૩૧,૨૪૦ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો

(5:54 pm IST)