Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

સુરતમાં હીરાના ઉદ્યોગમાં 35 ટકા નિકાસનો વધારો થતા કામદારોમાં ખુશીની લાગણી

સુરત:જેમ એન્ડ જ્વેલરીની નિકાસમાં ગત જાન્યુઆરીમાં .૭૨ ટકાના ઘટાડા બાદ ફેબુ્રઆરીમાં કામકાજોમાં સુધારો આવવાને કારણે ૧૦ ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે ગોલ્ડ જ્વેલરી સેકટરે તેનો દેખાવ આગળની જેમ જાળવી રાખ્યો છે. ફેબુ્રઆરીમાં ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં આગલા વર્ષની સરખામણીમાં ૩૫ ટકાનો વધારો નોંધાયો છે. તો સિલ્વર જ્વેલરીની નિકાસમાં મોટું ગાબડું જોવાયું છે. નિકાસ કામકાજમાં નોંધાયેલો વધારો વેપાર-ઉદ્યોગમાં આવેલો સુધારો પ્રતિપાદિત કરે છે.

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના આંકડાઓ પ્રમાણે ગત એપ્રિલથી ફેબુ્રઆરી (૨૦૧૮-૧૯) દરમિયાન જેમ એન્ડ જ્વેલરીની નિકાસમાં સાડા ચાર ટકાથી વધુનો વધારો નોંધાયો છે. જીએસટીના અમલની અસર શહેરના હીરાઉદ્યોગ પર આડકતરી રીતે ખુબ ખરાબ રીતે આવી હતી. જેમાં કટ અને પોલિશ્ડ ડાયમંડમાં દસ ટકાનો, ગોલ્ડ જ્વેલરીમાં ૩૫ ટકાનો, સિલ્વર જ્વેલરીમાં -૭૫ ટકાનો (ઘટાડો), કલર જેમસ્ટોનમાં .૮૬ ટકાનો અને સિન્થેટિક સ્ટોનમાં આશરે ટકાનો વધારો નોંધાયો છે. ગોલ્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ સેક્ટરે નિકાસમાં આગેકૂચ જાળવી રાખી છે, પણ સિલ્વર જ્વેલરીના નિકાસ કામકાજોમાં પીછેહટ થઈ રહી હોવાનું ચિત્ર ઊભું થયું છે

(5:45 pm IST)