Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

પરેશ રાવલ, શાહનવાજ, ઉમા ભારતી સહિત ભાજપના દિગ્ગજો લોકસભા ચૂંટણી લડવાથી રહ્યા દુર : જોડે તમામ દિગ્‍ગજો ચૂંટણી પ્રચારમાં વ્‍યસ્‍ત રહેશે

ભારતીય જનતા પાર્ટીના નેતા અને બોલિવૂડ અભિનેતા પરેશ રાવલ આગામી લોકસભાની ચૂંટણી લડશે નહીં. ભાજપના ગુજરાત એકમના પ્રમુખ જીતુ વાઘાણીએ શનિવારે આ વાતની પુષ્ટિ કરી છે. આ અગાઉ ભાજપના નેતા પરેશ રાવલે કહ્યું હતું કે તેઓ આ વખતની લોકસભાની ચૂંટણી નહીં લડે.

શનિવારે ભાજપના ગુજરાત એકમના પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે ફિલ્મ અભિનેતા અને અમદાવાદ પૂર્વથી લોકસભાના સભ્ય પરેશ રાવલ આ વખતે ચૂંટણી લડશે નહીં. આ અગાઉ, રાવલે ટ્વિટ કર્યું હતું કે તેમણે કેટલાક મહિના પહેલા પક્ષને જાણ કરી હતી કે તે એપ્રિલ-મે થનારી લોકસભાની ચૂંટણી લડશે નહીં.

વાઘાણીએ કહ્યું, 'પરેશ રાવલ જીએ પક્ષને માહિતી આપી કે તેઓ ચૂંટણી લડશે નહીં. છેલ્લા 5 વર્ષથી અભિનેતા તરીકે વ્યસ્ત હોવા છતાં પણ તેમણે તેમના લોકસભા મતવિસ્તારમાં સમય આપ્યો છે અને તેઓ આગળ પણ પક્ષ માટે કામ કરશે. 'રાવલએ ટ્વીટમાં કહ્યું,' હું મીડિયા અને મિત્રોને વિનંતી કરું છું કે તેઓ મારા નામાંકન વિશે અનુમાન ન કરે. હું લોકસભાની ચૂંટણી ન લડવા વિશેની માહિતી પાર્ટીને કેટલાક મહિના પહેલા આપી હતી. જો કે, હું ભાજપના વફાદાર સભ્ય અને નરેન્દ્ર મોદીના કટ્ટર સમર્થક બની રહીશ.

આપને જણાવી દઈએ કે 2014 ની લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ લોકસભા ક્ષેત્રથી પરેશ રાવલે 3.25 લાખથી વધુ મતો મેળવીને જીત્યા હતા. બીજેપી શનિવાર સાંજે સુધી 286 ઉમેદવારોની નામોની જાહેરાત કરી ચુકી છે. શનિવારના રોજ કેન્દ્રીયમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જેપી નડ્ડાએ ભાજપના 46 વધુ ઉમેદવારોના નામની યાદી જાહેર કરી. તેમાં ઘણા મોટા ચહેરાઓનું પત્તું કટ કરવામાં આવ્યું છે.

નડ્ડા દ્વારા જારી કરવામાં આવેલ નવી લિસ્ટમાં હિમાચલનાં બે સંસદો શાંતા કુમાર અને વીરેન્દ્ર કશ્યપનું પત્તું કટ કરવામાં અવાયું છે. પાર્ટીએ શિમલાથી વર્તમાન સંસદ વીરેન્દ્ર કશ્યપના સ્થાન સુરેશ કશ્યપ અને કાંગડા-ચંબાથી શાંતા કુમારની જગ્યાએ કિશન કપુરને ટિકિટ આપવામાં અવી છે. આ ઉપરાંત, મધ્યપ્રદેશના જાહેર કરવામાં આવેલ ઉમેદવારોના નામમાં ભાજપ 5 નેતાઓનું પત્તું કટ કરવામાં આવ્યું છે. અહીં મુરૈનાથી અનૂપ મિશ્રાની જગ્યાએ નેરેન્દ્ર સિંહ તોમરને ટિકિટ મળી છે. તોમર પહેલા ગ્વાલિયરથી વ્હુતની જીત્યા હતા.

તો, શહડોલથી વર્તમાન સાંસદ જ્ઞાનસિંહની જગ્યાએ હિમાદ્રી સિંહને, ઉજ્જૈનથી ચિંટામણી માલવીયની જગ્યાએ અનિલ ફરોજિયાને, બેતુલમાં જ્યોતિ ધ્રુર્વેના બદલે દુર્ગાદાસ ઉઇકેને અને ભીંડથી ભગીરથ પ્રસાદની જગ્યાએ સંધ્યા રાયને ભાજપના કેન્દ્રિય નેતૃત્વએ ટિકિટ થમાવી છે .

આ પહેલા ભાજપની તરફે જારી કરવામાં આવેલ યાદીમાં બિહારના પટના સાહિબથી શત્રુઘ્ન સિંહાનું પત્તું કટ કરવામાં આવ્યું છે. તેમની જગ્યાએ આ વખતે કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદ ચૂંટણી લડશે.તો, બિહારમાં નવાડાનાં વર્તમાન સદસ્ય ગિરિરાજ સિંહને આ વખતે બેગૂસરાયથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે અને નવાડા બેઠકથી તેમના સ્થાન એલજેપીના ચંદનકુમારને ટિકિટ આપવામાં આવી છે.

(12:51 pm IST)