Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

સુરતમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટના:પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો :મોકડ્રીલ નિકળી

લૂંટ વિથ ફાયરિંગ કરી લૂંટારૂઓ સુરત રેલવે સ્ટેશન તરફ નાસી છૂટયા

સુરત: સુરતના મજુરાગેટ વિસ્તારમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટનાને પગલે સુરત ક્રાઈમ બ્રાન્ચ ,PCB,SPG સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા જોકે આ લૂંટ વિથ ફાયરિંગની ઘટના નહીં પરંતુ સુરત પોલીસ દ્વારા યોજાયેલ એક મોકડ્રીલ હતી.

    આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સુરત પોલીસ દ્વારા મોકડ્રીલયોજવામાં આવી હતી. મોકડ્રીલપ્રમાણે સુરતના મજુરાગેટ વિસ્તારમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટના બની હતી.બે ફોર વ્હીલ અને બે ટુ વ્હીલર પર આવેલા અજાણ્યા શખ્સો દ્વારા લૂંટ વિથ ફાયરિંગની ઘટનાને અંજામ આપી લૂંટારૂઓ સુરત રેલવે સ્ટેશન તરફ નાસી છૂટયા હોવાનો ઉલ્લેખ મોકડ્રીલમાં કરાયો હતો.

    ઘટનાની જાણકારી મળતા સુરત ક્રાઈમ બ્રાન્ચPCB , SOG સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.તેઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. જો કે સુરત પોલીસની આ મોકડ્રીલને લઈ પોસ વિસ્તાર ગણાતા મજુરાગેટ ખાતેથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ભારે કુતુહલ સર્જાયું હતું.લૂંટ વિથ ફાયરિંગની ઘટના સમયે ક્યાં તાત્કાલિક ધોરણે ક્યાં પ્રકારની કામગીરી કરવી તે અંગેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

(11:32 pm IST)