Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

અમદાવાદ નારોલ પોલીસે બે પિસ્તોલ અને 23 જીવતા કાર્ટૂસ્સ આઠે મુસ્તુફા ઉર્ફે સમીર શેખને ઝડપ્યો

કોમ્બિંગ નાઈટ વેળાએ રિક્ષાનું ચેકીંગ વેળાએ હથિયાર મળ્યા :રાજસ્થાનના ઉદેપુરથી લાવ્યો હોવાનું કથન

અમદાવાદ :નારોલ પોલીસે કોમ્બિગ નાઈટ દરમ્યાન રિક્ષામાં સવાર ઈસમની તપાસ કરતા તેની પાસેથી બે પિસ્ટલ અને 23 જીવતા કારતુસ મળી આવતા રોલ પોલીસે આરોપી કોઈ મોટો ગુનો આચારવાના ઉદ્દેશ્ય સાથે હથિયાર લાવવામાં આવ્યું હોવાની આશંકા સાથે વધુ તપાસ શરૂ કરી છે.

 

  લોકસભા ચૂંટણીઓ અનુલક્ષીને શહેરમાં પ્રવેશવાના માર્ગો પર નાકાબંધી તથા વાહન ચેકીંગ અને પેટ્રોલિંગના આપવામાં આવેલા આદેશને પગલે નારોલ પોલીસની ટિમ શાસ્ત્રી બ્રિજ નજીક વાહન ચેકીંગમાં હતી. દરમ્યાન એક ઓટો રિક્ષામાં સવાર મુસ્તુફ ઉર્ફે સમીર શેખ નામના યુવકની તપાસ કરતા તેની પાસેથી બે પિસ્ટલ તથા 23 જીવતા કારતુસ મળી આવ્યા હતા. જેથી તેની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  પ્રાથમિક પૂછપરછમાં આરોપી મુસ્તુફાએ કબૂલાત કરી છે કે, તે બંને પિસ્ટલ રાજસ્થાનના ઉદેપુરથી લાવ્યો હતો. પરંતુ કોની પાસેથી લાવ્યો હતો અને કેટલી કિંમતમાં લાવ્યો હતો?  તે અંગે કોઈ સંતોષકારક જવાબ આપી રહ્યો નથી. પોલીસને મળી આવેલ બંને પિસ્ટલ 7 MMની છે અને 23 પૈકી 20 કાર્ટુસ 7 MMના છે. પરંતુ અન્ય 3 કાર્ટુસ 9 MM રિવોલ્વરના છે. જેથી તેની પાસે ત્રીજું હથિયાર હોય શકે છે તેવી આશંકાને આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

(10:30 pm IST)