Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

અમદાવાદના ચાંદખેડામાં મકાન માલિકે બહેન સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવાન ભાડુઆતને મકાન ખાલી કરાવતા ઉશ્કેરાયેલ શખ્સે ફાયરિંગ કરતા ગુનો દાખલ

અમદાવાદ:ચાંદખેડામાં મકાન માલિકે તેની બહેન સાથે પ્રેમસંબંધ રાખનારા ભાડુઆતને મકાન ખાલી કરાવી દીધું હતું. જેને પગલે ઉશ્કેરાયેલા આરોપીએ મકાન માલિક પર ફાયરીંગ કરતા તેમના પેટમાં અને હાથમાં ઈજા થઈ હતી. આ અંગેે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ ચાંદખેડામાં જનતાનગર સોસાયટીમાં સંજયભાઈ એન.યાદવ(૪૭) સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે.તેમની મોટી બહેન પરિવાર સાથે દહેરાદુન રહે છે. અન્ય બે ભાઈ તેમનાથી અલગ રહે છે. એક ભાઈ કુલદીપકુમાર(૫૭) પાકિસ્તાનની જેલમાં બંધ છે. જેને છોડાવવા સંજયભાઈનો પરિવાસ્સરકાર સાથે ઝઝુમી રહ્યો છે. તેમની બહેન રેખા ૨૦૧૮માં બીએસએફમાં જોધપુર ખાતે ફરજ બજાવે છે. 

દરમિયાન સંજયભાઈએ તેમના બનેવીના કહેવાથી દિલ્હીના રહેવાસી જીતેન્દ્ર શર્માને તેમના મકાનમાં ભાડુઆત તરીકે રાખ્યો હતો.જે આ મકાનમાં ત્રણેક વર્ષ રહ્યો હતો. બીજીતરફ પ્લાયવુડના સેલ્સમેનનું કામ કરતા જીતેન્દ્ર શર્માને સંજયભાઈની બહેન રેખા સાથે પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. આથી સંજયભાઈએ મકાન ખાલી કરાવીને જીતેન્દ્ર શર્માને કાઢી મુક્યો હતો.

બીજીતરફ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા સંજયભાઈ ૨૪ ફેબુ્રઆરીના રોજ સાયકલ પર નોકરી જઈ રહ્યા હતા ત્યારે  તેમની સોસાયટી નજીક રસ્તામાં જીતેન્દ્ર શર્મા પગપાળા આવ્યો હતો.તેણે કંઈપણ બોલ્યા વગર તેની પાસેના દેશી કટ્ટા વડે સંજયભાઈ પર ફાયરીંગ કર્યું હતું. જેમાં સંજયભાઈના ડાબા હાથમાં અને પેટના ભાગે ઈજા પહોંચી હતી. જીતેન્દ્ર ભાગવા જતા સંજયભાઈએ તેને પથ્થર મારવાની કોશિષ કરી હતી પણ તે ભાગી ગયો હતો. સારવાર અર્થે તેમને ચાંદખેડાની એક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ અંગે તેમણે જીતેન્દ્ર શર્મા વિરૃધ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

(5:36 pm IST)
  • કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે ખુશખબરી : કોરોના કાળમાં સરકારે મોંઘવારી ભથ્થું કાપ્યું હતું ત્યારે હવે જાન્યુઆરી 2021થી જૂન 2021 સુધીમાં ડીએમાં વધારો થવાની શકયતા છે :આગામી દિવસોમાં જ નવા વધારા સાથે પગાર મળશે access_time 1:26 am IST

  • દેશમાં ફરીવાર કોરોનાના સતત વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,562 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,63,038 થઇ :એક્ટિવ કેસ 1,53,849 થયા: વધુ 12,203 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,48,759 થયા :વધુ 119 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56, 861 થયા access_time 1:31 am IST

  • ખેડૂત નેતાએ કહ્યું સરકારને રામચંદ્ર બનાવી ગાદીએ બેસાડી હતી પણ રાવણ જેવો વ્યવહાર કરવા લાગી : અમને ખબર છે રાવણની નાભિ ક્યાં છે : રાકેશ ટિકૈતની 40 લાખ ટ્રેકટર સાથે સંસદ ભવન ઘેરાવાના એલાનને ખેડૂત નેતા પુષ્પેન્દ્રસિંહ સમર્થન અપાતા કહ્યું મત જ સરકારની નાભિ છે અને ત્યાં જ વાર કરીશું access_time 1:12 am IST