Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

આણંદના ગ્રીડ ચોકડી નજીક કાપડના શો-રૂમના મેનેજરે છેલ્લા 6 મહિના દરમ્યાન 2.50 લાખની છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કરતા છેતરપિંડીની ફરિયાદ દાખલ

આણંદ: શહેરની ગ્રીડ ચોકડી પાસે આવેલા મુફ્તિ કપડાના શો-રૂમમાં મેનેજર તરીકે ફરજ બજાવતા આણંદના શખ્સે છેલ્લા મહિના દરમ્યાન કપડાંના વેચાણના .૫૦ લાખ રૂપિયા રોકડા તેમજ પોતાના ખાતામાં જમા કરાવીને છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કરતાં અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ગ્રીડ ચોકડી પાસે મુફ્તિ કપડાંનો શો-રૂમ આવેલો છે. જેમાં મેનેજર તરીકે આણંદના સાગર એપાર્ટમેન્ટમાં રહેતો સન્ની ચન્દ્રપ્રકાશ શેટ્ટીને રાખવામાં આવ્યો હતો. જે કેસ કલેક્ટ કરવાનું કામ કરતો હતો. ગત --૨૦ના રોજ સન્ની શેટ્ટી દુકાનેથી એકદમ ગાયબ થઈ ગયો હતો જેથી ફરિયાદી ધર્મેન્દ્રભાઈ અમરતભાઈ પવારે દુકાને આવી તપાસ કરતાં સન્નીએ છેલ્લા મહિના દરમ્યાન દુકાનના કપડાંના વેચાણના રૂપિયા રોકડા લઈને તેમજ પેટીએમનું ઈડીસી મશીન પોતાનું રાખીને પોતાના એકાઉન્ટ સાથે લીંક કરી કુલ .૫૦ લાખની છેતરપીડી અને વિશ્વાસઘાત કર્યો હોવાનું ખુલવા પામ્યું હતુ.

(5:26 pm IST)