Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

શ્રી માધ્યમિક શાળા વિરમગામની વિદ્યાર્થીનીએ કલા મહાકુંભ 2020ની વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો

સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ ખાતે રાજ્યકક્ષાની વકૃત્વ સ્પર્ધામાં ટાટરીયા રચના પ્રથમ ક્રમાંકે વિજેતા બની

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ અમદાવાદ ખાતે કલા મહાકુંભ 2020 અંતર્ગત આયોજિત રાજ્યકક્ષાની વકૃત્વ સ્પર્ધામાં વિરમગામની જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી માધ્યમિક શાળા (દિવ્ય જ્યોત)મા ધોરણ 11 માં અભ્યાસ કરતી ટાટરીયા રચના પ્રથમ ક્રમાંક મેળવી વિજેતા બની હતી.

   જ્યારે તાજેતરમા જિલ્લા કક્ષાની એકપાત્રીય અભિનય સ્પર્ધામાં સોની ફોરમ પ્રથમ ક્રમાંક પર રહી હતી. શાળા સહીત વિરમગામનું ગૌરવ વધારનારી બંને વિદ્યાર્થીઓને શાળા સંચાલક વજુભાઈ ડોડીયા, આચાર્ય નવદિપભાઇ ડોડીયા સહીત શિક્ષકોએ શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.

(3:08 pm IST)
  • ટ્રમ્પ દંપતિએ બાપુને શ્રધ્ધાંજલી પાઠવી : ભારત પ્રવાસના બીજા દિવસે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયાએ દિલ્હીના રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાંજલી પાઠવી હતી. access_time 12:48 pm IST

  • નખત્રાણાના વિથોણનાં આધેડે ચોટીલામાં કર્યો અકળ આપઘાત:અકળ આત્મહત્યાનાં બનાવને પગલે સર્જાયા અનેક તર્ક-વિતર્કો:ચોટીલા પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને હાથ ધરી તપાસ: હતભાગીનાં મૃતદેહનું કરાયુ પીએમ: સ્થાનિકે આજે કરાઈ અંતિમવિધિ access_time 11:12 pm IST

  • ટ્રમ્પ- મેલેનિયાએ રાજઘાટ ખાતે વૃક્ષારોપણ પણ કર્યુ હતુ access_time 12:48 pm IST