Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

26મીએ ગુજરાતની ચાર રાજ્યસભાની બેઠકોની ચૂંટણી : કેન્દ્રીય ચૂંટણી પંચે શેડ્યુઅલ જાહેર કર્યું

13મી માર્ચે ઉમેદવારીપત્રો ભરવાના રહેશે : 18મી સુધીમાં પાછું ખેંચી શકાશે

નવી દિલ્હી : કેન્દ્રીય ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરી છે. ગુજરાતની ચાર રાજ્યસભાની બેઠકો પર ચૂંટણી યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. હાલ ભાજપ પાસે ત્રણ બેઠક છે જ્યારે કોંગ્રેસ પાસે એક બેઠક છે. 26 માર્ચે ચૂંટણી યોજવામાં આવશે. 13 માર્ચ સુધીમાં ઉમેદવારી પત્રો ભરવાના રહેશે. 16 માર્ચે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. 18 માર્ચ સુધીમાં ઉમેદવારી પત્ર પાછું ખેચી શકાશે. ગુજરાત સહિત 17 રાજ્યોની 55 રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ 26 માર્ચે સાંજે જ પરિણામ જાહેર થશે.

(11:25 am IST)