Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ગાંધીનગર નજીક કોલવડાની આયુર્વેદિક કોલેજમાં આધેડ લંપટ પ્રોફેસરે વિદ્યાર્થિનીને પ્રપોઝ કરતા ચકચાર મચી જવા પામ્યો

ગાંધીનગર: કિસ્સો સંસ્કારી નગરી ગણાતા ગાંધીનગરની નજીક આવેલા કોલવડાની આયુર્વેદિક કોલેજનો છે જ્યાં પોતાનાથી અડધી ઉંમરની પોતાની વિદ્યાર્થિનીને એક તરફી પ્રેમમાં અંધ પ્રોફેસર કોઇ પણ વાતની ચિંતા કર્યા વગર એક નહિ પણ બે બે વાર પ્રપોઝ કરે છે. અંગે મળતી માહિતી પ્રમાણે કોલવડા આયુર્વેદિક કોલેજમાં પ્રધ્યાપક તરીકે ફરજ બજાવતા આશરે ૫૦ વર્ષના પ્રધ્યાપકે મહિના પહેલા ૨૧ વર્ષિય યુવતી કે જે કોલેજમાં પ્રધ્યાપકના હાથ નીચે ભણે છે  તેને પ્રપોઝ કર્યું હતું. તે વખતે વિદ્યાર્થિનીએ પોતાના વાલીને બાબતની જાણ કરતાં તેઓ કોલેજમાં આવી પહોંચ્યા હતા અને પ્રોફેસર સામે કાર્યવાહી કરવા માટે કોલેજના સત્તાધીશોને રજૂઆત કરી હતી પરંતુ તે વખતે ફક્ત માફીપત્ર લખાવીને લંપટ લેક્ચરરને છોડી મૂકવામાં આવ્યો હતો એટલું નહીં કોલેજમાં તેને ફરી ચિકિત્સાના પ્રોફેસર તરીકે ફરજ ઉપર પણ રાખવામાં આવ્યો હતો. ત્યારે એક તરફી પ્રેમમાં અંધ બનેલા પ્રોફેસરે ફરી પોત પોકાર્યું હતું અને દિવસ પહેલા કોલેજમાં અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં ફરી એકવાર વિદ્યાર્થિનીને પ્રપોઝ કર્યું હતું.

કોલેજમાં અને અન્ય વિદ્યાર્થીઓની વચ્ચે લંપટ લેકચરરે પોતાનાથી અડધાથી પણ ઓછી ઉંમરની વિદ્યાર્થિનીને 'હું તને પ્રેમ કરૂં છું...મારા સપનામાં તું આવે છે.. હું તારા માટે અત્યાર સુધી કુંવારો રહ્યો છું...મારી સાથએ લગ્ન કરીશ ..!!?' એમ કહીને પ્રપોઝ કર્યું હતું. આધેડવયના પ્રોફેસરે પોતાની વિદ્યાર્થીને લગ્ન માટે પ્રપોઝ કરતાની સાથે ત્યાં હાજર અન્ય વિદ્યાર્થિનીઓ - વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને લંપટ લેકચરરને એક રૂમમાં પૂરીને મેથીપાક ચખાડયો હતો. હવે એક તરફી પ્રેમમાં અંધ પ્રોફેસર જાણે કંઇ બન્યું ના હોય તેવી રીતે વર્તે છે અને ભર્યા કૂવામાંથી કોરો નીકળવા માટે બદલી કરવા મથી રહ્યો છે. તો બીજી બાજુ વિદ્યાર્થિનીએ પણ પ્રોફેસરની કરતુતો બાબતે કોલેજના પ્રિન્સિપાલ સહિત ઉચ્ચકક્ષાએ લેખિતમાં ફરિયાદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે લંપટ લેકચરને પાઠ ભણાવવા માટે તંત્ર કોઇ આકરા પગલાં ભરે છે કે ફરી માફીપત્ર લખાવી ફરિયાદીને મનાવી લેવામાં આવશે તો જોવું રહ્યુું.

(8:51 am IST)