Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ડાકોરમાં ભવન્સ કોલેજ નજીક 6 શખ્સોએ ભેગા મળી અગાઉના ઝઘડાની રીસ રાખી એક શખ્સને ઝેરી દવા પીવડાવવાનો પ્રયાસ કરતા કાયદેસરની કાર્યવાહી દાખલ

ડાકોર: શહેરમાં ભવન્સ કોલેજ પાસેથી વીંજોલ તરફ જવાના રસ્તે અગાઉના ઝઘડાની રીસ રાખી જેટલા ઇસમોએ ભેગા મળી એકને ઝેરી દવા પીવડાવવાનો પ્રયાસ કરી ગળદાપાટુનો માર મારતા સમગ્ર મામલો ડાકોર પોલીસ મથકે પહોચ્યો છે. પોલીસે અંગે ફરીયાદ નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ડાકોર પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ ઠાસરા તાલુકાના સીમલજ ગામે રાઇસીંગભાઇ રામાભાઇ વાઘેલા રહે છે. જેઓના ખેતરમાંથી વર્ષ અગાઉ સોમાભાઇ શંકરભાઇ વાઘેલાના બાળકો પરવર તોડી જતા હોઇ રાઇસીંગ ભાઇએ ડાકોર પોલીસ મથકે અરજી કરી હતી. જે અરજીની અદાવત રાખી રાઇસીંગભાઇને સોમાભાઇ શંકરભાઇ વાઘેલાના પરીવાર સાથે અવાર નવાર ઝઘડા ચાલતા હતા. ગઇકાલ તા.૨૨ફેબ્રુઆરીના સાંજે વાગ્યાના સુમારે રાઇસીંગભાઇ પોતાનું બાઇક નં.જીજે.૦૭.સીએ.૪૭૫૮નું લઇ ડાકોર ભવન્સ કોલેજથી રીંજોલ તરફ જવાના રસ્તે જતા હતા. દરમ્યાન હર્ષદભાઇ રાવજીભાઇ પરમારના ખેતર પાસે સોમાભાઇ શંકરભાઇ વાઘેલા, પ્રવિણભાઇ સોામાભાઇ વાઘેલા, વિક્રમભાઇ સોમાભાઇ વાઘેલા, જીતુભાઇ સોમાભાઇ વાઘેલા, મગનભાઇ નાનાભાઇ વાઘેલા અને ફુલાભાઇ નાનાભાઇ વાઘેલાનાઓએ રાઇસીંગભાઇને રસ્તા વચ્ચે રોક્યા હતા. અને તેઓને બાઇક પરથી નીચે પાડી દઇ ઈસમોએ ભેગા મળી ગળદાપાટુનો માર માર્યો હતો.

(6:00 pm IST)