Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

સુરતના ઓલપાડામાંથી બે દિવસ પહેલા ભેદી સંજોગોમાં ગુમ થયેલ યુવકની લાશ ઝાડ પર ફાસો ખાધેલ હાલતમાં મળી આવતા ચકચાર

સુરત:બે દિવસ પહેલા ઓલપાડના સારોલી ગામમાં રહેતા યુવાન ગુમ થઈ ગયા હતા. રવિવારે સાંજે તે જહાંગીરપુરાના વરીયાવ રોડ પર ઝાડ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. જોકે નાણાકીય તકલીફ પડતી હોવાથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરનાર યુવાન પગલું ભર્યું હતું.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ ઓલપાડમાં સારોલી ગામમાં પ્રાથમિક શાળા પાસે હરિઓમ નગરમાં રહેતા 32 વર્ષીય કેતનકુમાર કનુભાઈ પટેલ વડતાલ 23મીએ સાંજે ઘરે ઇચ્છાપોર ખાતે ટ્રાન્સપોર્ટની ઓફિસે જવાનું કહીને નીકળ્યા હતા. બાદમાં તેણે તેમની માતા સાથે વાતચીત કરી હતી. જેમાં કેતનકુમાર રડતા હતા. તેણે તેના મિત્ર સાથે વીડિયો કોલિંગ પણ કર્યું હતું છતાં તે ક્યાં છે. તે ખબર પડી હતી એટલું નહીં તેને ત્યાં રહેતા વ્યક્તિઓએ જમવા માટે પણ કહ્યું હતું

વધુમાં પોલીસે કહ્યું હતું કે તેની હાઇવા ટ્રકના કેટલાક હપ્તા ભરવાના બાકી હતા. આવા સંજોગોમાં તે નાણાકીય તકલીફ અનુભવતા હોવાથી પગલું ભર્યું હોવાની શક્યતા હશે પણ તપાસ દરમિયાન હકીકત જાણવા મળશે તેને એક સંતાન છે. તે ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા હતા. અંગે જહાંગીરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:24 pm IST)
  • વિધાનસભાની ચૂંટણીઓ પહેલા મોદી પ્રધાન મંડળની પુનઃ રચના થશે : લીસ્ટ તૈયાર : આસામ, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમના પ્રધાન મંડળની પુનઃ રચના કરે તેવી સંભાવના હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે : યોગ્ય સમયે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડીયામાં અથવા તો માર્ચના પહેલા અઠવાડીયામાં નવા પ્રધાનો શપથ લ્યે તેવી પૂરી સંભાવના છે : ૨૦ નવા પ્રધાનોનું અને પ્રધાનમંડળમાં ફેરફારોમાં લીસ્ટ તૈયાર હોવાનું પણ જાણવા મળે છે access_time 3:08 pm IST

  • અર્ણબ ગોસ્‍વામીએ મને ૧૨ હજાર ડોલર અને ૪૦ લાખ રૂપિયા આપ્‍યા : પુર્વ બાર્ક સીઇઓએ સ્‍વીકાર્યુ : મુંબઇ પોલીસે કબુલ કર્યુ હોવાનો કર્યો દાવો access_time 3:31 pm IST

  • દેશમાં કોરોના હાર્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 9036 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,77,710 થઇ :એક્ટિવ કેસ 1,74,362 થયા: વધુ 16,023 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,45,267 થયા :વધુ 116 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,624 થયા access_time 1:00 am IST