Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

રાદડીયા પાસે ૨૬.૩૪ કરોડની જંગમ મિલકત

જેતપુર વિધાનસભાના ઉમેદવાર છે

અમદાવાદ, તા.૨૪, ભાજપના જેતપુર વિધાનસભાની બેઠકના ઉમેદવાર જયેશ રાદડીયા પાસે કુલ રૃપિયા ૨૬.૩૪ કરોડ ઉપરાંતની સ્થાવર અને જંગમ મિલકત છે.પિતાની નાદુરસ્ત તબિયતને કારણે જયેશને ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે ફોર્મ ભરવુ પડ્યુ હતુ.આ અંગે મળતી માહિતી અનુસાર,જેતપુર વિધાનસભાની બેઠકના ભાજપના ઉમેદવાર જયેશ રાદડીયા સાથે તેમના કાકા ગોપાલભાઈ ફોર્મ ભરવા ગયા હતા.જયેશના પિતા વિઠ્ઠલભાઈ રાદડીયાની છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત તબિયતના કારણે તેઓ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે જેતપુર બેઠકના ઉમેદવાર જયેશ રાદડીયા દ્વારા ઉમેદવારી પત્રમાં દર્શાવેલી વિગત મુજબ, સ્થાવર મિલકત ૫,૬૬,૩૮,૧૬૯ રૃપિયા, સોનુ, થાપણ, મ્યુ.ફંડ, ડિબેન્ચર સહિત ૨૦૬૮૫૫૦૧૨.૩૩ રૃપિયાની થાપણ એમ કુલ રૃપિયા ૨૬,૩૪,૨૩,૧૮૧ની મિલકતના માલિક છે.કરોડો રૃપિયાના માલિક હોવા છતાં જયેશ પાસે પોતાની કાર નથી માત્ર એક એકટિવા સ્કૂટર છે.ગત વર્ષ-૨૦૧૩ની પેટા ચૂંટણીમાં જયેશ પાસે રૃપિયા ૧૪.૭૨ કરોડ રૃપિયાની મલકત હતી અને એક સેવરોલેટ કાર હતી.છેલ્લા ચાર વર્ષમાં જયેશ રાદડીયાની મિલકતમાં ૧૨ કરોડનો વધારો થવા પામ્યો છે,જોકે રાદડીયાનુ દેવુ ડબલ થઈ ગયુ છે.જુદી જુદી બેંકોમાં રૃપિયા ૧૫.૨૮ કરોડની લોન ચાલુ છે બીજી તરફ કરોડો રૃપિયાની મિલકત હોવા છતાં તેમની પાસે કાર નથી.

 

(10:15 pm IST)