Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

વડોદરા:પત્ની પર લોખંડના પાઇપથી હુમલો કરનાર નરાધમ પતિ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:નોકરી છોડી દેનાર પતિને નોકરી પર જવાનું કહેનાર પત્ની પર પતિએ લોખંડની પાઇપથી હુમલો કરી માથા અને હાથ પગ પર ઇજા પહોંચાડી હતી.જે અંગે  પુત્રે હુમલાખોર પિતા સામે ફરિયાદ નોંધાવી છે.

માણેજા પાસે પંચરત્ન સોસાયટીમાં રહેતો જીજ્ઞોશ ભૂપેન્દ્રભાઇ  પરમાર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે.મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેણે  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત તા.૨૧ મી એ સાંજે સાત વાગ્યે હું મારી નોકરી પરથી ઘરે આવ્યો હતો.મારા પિતાએ નોકરી છોડી દીધી હોવાથી મારા માતાએ તે બાબતે પિતાને કહેતા તેઓ ઉશ્કેરાઇ ગયા હતા.તેમણે મારી માતાને ગાલ પર તમાચા મારી દીધા હતા.અને ગાળો બોલી માર માર્યો હતો.મારી માતાએ તેઓને ગાળો નહી બોલવાનું કહેતા તેઓ વધુ ઉશ્કેરાયા હતા.તને આજે જીવતી રહેવા દઉં નહીં.તેવું કહીને મારા  પિતાએ  માતાના માથા અને હાથ પગ પર લોખંડની પાઇપ વડે ઇજા પહોંચાડી હતી.મકરપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:49 pm IST)