Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

શિક્ષણમાં બીજી તક માટે હિંમતભેર લડાઈ જારી છેઃ કરૂણ પાંડે

સિરીયલ પુષ્‍પા...નું મુખ્‍ય પાત્ર ભજવતા કલાકાર કહે છે

(કેતન ખત્રી), અમદાવાદઃ  સોની સબ પર પુષ્‍પા ઈમ્‍પોસિબલમાં પુષ્‍પાની શિક્ષણમાં બીજી તક માટે હિંમતભરી લડાઈ જારી છે.

 પુષ્‍પાની શિક્ષણમં બીજી તક માટે હિંમતભરી લડાઈ હોય અને તેના વહાલાજનો દ્વારા તેને મળતો ટેકો હોય કે જરૂરતમાં રહેલા બાળકોને ટેકો આપવા સફળતાની તક જતી કરવાનું નિઃસ્‍વાર્થી કળત્‍ય હોય, શોએ બધાને જકડી રાખ્‍યા છે.પુષ્‍પાની ભૂમિકા ભજવતી કરૂણા પાંડે કહે છે, આપણે બધા જાણીએ છીએ કે પરીક્ષા આપવી તે મોટું કામ છે, પરંતુ પરિણામોની વાટ જોવી તે તેનાથી પણ વધુ મુશ્‍કેલ કામ છે. તમારા વાલીઓ તમારી આ બેચેનીમાં તમને સાથ આપે છે તે રીતે જ પુષ્‍પાના વહાલાજનો પણ તેને આ ઘડીમાં સાથ આપે છે. ઉપરાંત પુષ્‍પા માટે કોઈ સાધારણ પરીક્ષા નથી ત્‍યારે શકય છે કે તેના જીવનની આ આખરી પરીક્ષા છે, જેથી પરિણામની ઈંતેજારી વધુ કષ્ટદાયી બની છે. આ દ્રશ્‍યનું શૂટિંગે શાળાના દિવસોની યાદ અપાવી હતી.

(3:35 pm IST)