Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

ઈલેક્‍શન કમિશને ૩૨,૦૦૦ મેડિકલ સ્‍ટોર્સ સાથે કરાર કર્યા

મતદાર જાગળતિ માટે નવતર અભિગમ

 અમદાવાદ,  તા.૨૪ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ મતદાન જાગળતિ વધારવા માટે રાજ્‍યમાં અલગ અલગ સંસ્‍થા, એસોસિએશન અને NGO સાથે મળીને ચૂંટણી પંચ વધુ મતદાન માટે લોકોને પ્રેરિત કરવાના રસ્‍તાઓ ચકાસી રહી છે. આ જ સંદર્ભે ઈલેક્‍શન કમિશને એક Mou સાઈન કર્યા છે. રાજ્‍યના દરેક મતદાર સુધી પહોંચવા દવા બજારના એસોસિયેશન સાથે કરાર કરવામાં આવ્‍યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ચૂંટણી પંચ અને ગુજરાત કેમિસ્‍ટ એસોસિયેશન વચ્‍ચે MoU સાઈન થયા છે. આ નવીનતમ યોજનાના ભાગરૂપે રાજ્‍યની તમામ મેડિકલ સ્‍ટોરથી મતદાનનો પ્રચાર કરવામાં આવશે. મેડિકલ સ્‍ટોર પર આવતા દર્દીઓને મતદાન કરવા માટે સમજાવાશે અને જાગળતિ કેળવવામાં આવશે. પ્રાથમિક અંદાજ અનુસાર રાજ્‍યભરના અંદાજે ૩૨ હજાર મેડિકલ સ્‍ટોર ચૂંટણી પંચ સાથે જોડાઈને વધુ મતદાન માટે પ્રેરિત કરશે.

(3:27 pm IST)